નવી દિલ્હી: માઈક્રોસોફ્ટના સર્વરમાં આવેલી ખામીનો 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ સુધી આ ખામી સંપૂર્ણ રીતે દૂર નથી થઈ. બીજી તરફ આ ખામીના કારણે વિશ્વભરમાં અબજો રૂપિયાનું નુકસાન થયું છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એકલા માઈક્રોસોફ્ટને જ લગભગ 5 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. તો અન્ય કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નુકસાન ખરબો રૂપિયાનું છે. અન્ય એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી બાદ થોડા જ કલાકોમાં 18 બિલિયન ડોલર (લગભગ 15 અબજ રૂપિયા)નું નુકસાન વેઠવું પડ્યું છે.જોકે, હજુ સુધી સ્પષ્ટ આંકડો સામે નથી આવ્યો.આ સમસ્યા દૂર થયા બાદ જ નુકસાનની તસવીર સ્પષ્ટ થઈ શકશે. બીજી તરફ આ ખામીની અસર શનિવારે પણ નજર આવી રહી છે.
ઈન્ડિગો એરલાઈન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આની અસર વીકેન્ડ પર પણ રહી શકે છે. એરલાઈન્સે મુસાફરોને કહ્યું કે, એરપોર્ટ માટે નીકળતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરી લેવું. તેના માટે કંપનીએ એક લિંક પર શેર કરી છે, જેમાં PNR સહીત બીજી ડિટેલ્સ ટાઈપ કરીને ફ્લાઈટનું સ્ટેટસ જાણી શકાય છે.એરપોર્ટ પર તમામ એરલાઈન્સ સિસ્ટમે સરળતાથી કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આ જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આજે આપી છે. મંત્રાલયે કહ્યું કે, સવારે 3:00 વાગ્યાથી એરપોર્ટ્સ પર એરલાઈન સિસ્ટમે સામાન્ય રીતે કામ કરવાનું શરૂ કરી દીધુ છે.
Reporter: admin