News Portal...

Breaking News :

વડોદરાથી પલસાણાના બરાસડી યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને પહોંચ્યો પાગલ પ્રેમી યુવક

2025-01-29 09:45:39
વડોદરાથી પલસાણાના બરાસડી યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને પહોંચ્યો પાગલ પ્રેમી યુવક


સુરત:  જિલ્લાના પલસાણા તાલુકા બારસડી ગામમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો હતો. બરાસડી ગામના એક પરિવારની યુવતીને વડોદરામાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. 


બન્ને ફેસબુકથી એકબીજા નજીક આવ્યાં હતાં, જોકે કોઈ કારણસર આખરે યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતાં યુવક ગુસ્સે થઈ ગયો હતો અને પાગલ પ્રેમીની જેમ વડોદરાથી પલસાણાના બરાસડી યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને આવી ગયો હતો. પોલીસ મથકના પીઆઇ વી. એલ. ગાગિયાએ પોતાની સૂઝબૂઝથી યુવકને પકડી તેના હાથમાં રહેલા પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથક લઇ ગયા હતા. યુવકને ખુલ્લી તલવાર સાથે આવેલો જોઇને સ્થાનિકો લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. લોકોએ આ ઘટના જોઈને પલસાણા પોલીસને જાણ કરી હતી. 


મળેલી ફરિયાદને લઇને પલસાણા પોલીસ મથકના બીટ જમાદાર સ્થળ પર ગયા હતા, જ્યાં વાતચીત દરમિયાન એકાએક યુવકે ઉશ્કેરાઈ જઈને પોલીસકર્મીને માથામાં તલવાર મારી દીધી હતી. એને લઇને હાજર પોલીસકર્મી લોહીલુહાણ થઈ જતાં તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ માથા ફરેલા યુવકના આંતકને લઇને પલસાણા પોલીસ મથકના પીઆઈ વી. એલ. ગાગિયા વધુ કાફલા સાથે સ્થળ પર દોડી ગયા હતા. આ યુવકને શાંતિથી સમજાવવાના પ્રયાસો કર્યા હતા. જોકે યુવક ન સમજતાં આખરે રિવોલ્વર કાઢી હતી છતાં યુવક ટસનો મસ ન થયો હતો પોતાની જાત પર પથ્થર મારવા લાગ્યો હતો. એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં પથ્થર રાખી પલસાણા પોલીસ મથકના પીઆઇ વી. એલ ગાગિયાએ પોતાની સૂઝબૂઝથી યુવકને પકડી લીધો હતો અને યુવકના હાથમાં રહેલાં પથ્થર અને તલવાર છોડાવી પોલીસ મથકે લઇ ગયા હતા.

Reporter: admin

Related Post