News Portal...

Breaking News :

શિયાળામાં કમાટી બાગના પ્રાણીઓ માટે ખાસ સંભાળ

2025-11-13 12:58:38
શિયાળામાં કમાટી બાગના પ્રાણીઓ માટે ખાસ સંભાળ


શિયાળાની ઋતુ શરૂ થતાં જ, વડોદરાના કમાટી બાગ પ્રાણીસંગ્રહાલયના ઝૂ ક્યુરેટર પ્રત્યુસ પાટનગરની દેખરેખ હેઠળ પશુ-પક્ષીઓની સંભાળ માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. 


ઠંડીના પ્રકોપથી પ્રાણીઓને બચાવવા માટે નીચે મુજબના મુખ્ય પગલાં લેવામાં આવ્યા છે. આવાસનું કવચ: ઠંડા પવનને રોકવા માટે ઘણા પ્રાણીઓના કેબિન પર ગ્રીન એગ્રોનેટ (શેડ નેટ) બાંધવામાં આવ્યા છે, જે અંદરના વાતાવરણને હૂંફાળું રાખે છે.​હૂંફાળો આહાર શિયાળામાં ઊર્જાની જરૂરિયાત વધતા, માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે. 


હાથી જેવા પ્રાણીઓને શેરડી, સૂંઠ, રાગી અને ગોળના લાડુ જેવો ગરમી આપતો પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે.આ તમામ તૈયારીઓ દ્વારા કમાટી બાગ પ્રાણીસંગ્રહાલય પશુ-પક્ષીઓના જીવનની ગુણવત્તા જાળવવા અને તેમને શિયાળાની આકરી ઠંડીથી સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે.

Reporter: admin

Related Post