News Portal...

Breaking News :

વડોદરા મંડળમાં અનઅધિકૃત વેન્ડરો વિરુદ્ધ વિશેષ અભિયાન

2025-07-09 18:14:11
વડોદરા મંડળમાં અનઅધિકૃત વેન્ડરો વિરુદ્ધ વિશેષ અભિયાન


વડોદરા મંડળના વાણિજ્ય વિભાગે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના સહાયતા થી વડોદરા સ્ટેશન પર અનાધિકૃત વેન્ડરો સામે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય મુસાફરોને સલામત, અનુકૂળ અને શિસ્તબદ્ધ મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો હતો.



આ ઝુંબેશ દરમિયાન સ્ટેશન પરિસરમાં અનાધિકૃત રૂપથી ખાદ્ય પદાર્થો અને અન્ય સામાનનું વેચાણ કરનારા વેન્ડરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડના રૂપમાં રાજસ્વ વસૂલવામાં આવી હતી. આ પ્રકારની કાર્યવાહીથી મુસાફરોને સકારાત્મક સંદેશ મળ્યો અને તેઓએ રેલવે પ્રશાસનના આ પ્રયાસની ખુલ્લારૂપથી પ્રશંસા કરી હતી.મુસાફરોએ આ પહેલને મુસાફરી દરમિયાન સુરક્ષા, સ્વચ્છતા અને અનુશાસન  સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ અને સ્વાગતપાત્ર પગલું ગણાવ્યું.


રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને પુન: અપીલ કરવામાં આવેછે કે તેઓ સ્ટેશન પરિસરમાં ફક્ત અધિકૃત વેન્ડરો પાસેથી જ ખાદ્ય પદાર્થો અને અન્ય સામાન ખરીદે, જેથી તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થઈ શકે.આ પ્રકારના અભિયાન ભવિષ્યમાં પણ નિયમિત અંતરાલે ચાલુ રહેશે, જેથી દરેક મુસાફરને એક સ્વચ્છ, સુરક્ષિત નિયમબદ્ધ અને મુસાફરીનો અનુભવ મળે.આ અભિયાન ભારતીય રેલવેની તે સતત પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, જે અંતર્ગત તે મુસાફરોને શ્રેષ્ઠ સેવાઓ અને સુરક્ષિત પરિવહન પૂરું પાડવા માટે સતત પ્રયત્નશીલ છે.

Reporter: admin

Related Post