વડોદરા શહેરમાં ટ્રાફિકની અવ્યવસ્થા ના કારણે રસ્તા અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. આજે ન્યાયમંદિર વિસ્તારમાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલકે બેફામ ઝડપે ચાલી રહેલી કાર દ્વારા સાઇકલસવારને અડફેટે લીધો હતો.

ટક્કર એટલી ગંભીર હતી કે સાઇકલ સવારનું ઘટનાસ્થળે જ મોત થયું. અકસ્માત બાદ આસપાસના લોક ટોળા એકત્ર થયા હતા તરત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.હાલમાં પોલીસે ડ્રાઈવરને પકડી પાડ્યો હતો અને વધુ તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે. શહેરમાં વધી રહેલા આવા અકસ્માતો સામે તંત્રે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે.



Reporter: admin







