દિલ્હી :ગુરુવારે 20 ફેબ્રુઆરી, 2025એ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી ગઈ છે. તાત્કાલિક તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, તેમની તબિયત હાલમાં સારી છે. ડોક્ટરોની એક ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી છે અને તેમને શુક્રવારએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. 6 ડિસેમ્બર 2024ના રોજ સોનિયા ગાંધી 78 વર્ષના થશે.ખાનગી ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, સર ગંગારામ હોસ્પિટલના મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન ડૉ. અજય સ્વરૂપે જણાવ્યું હતું કે, "પેટ સંબંધિત કોઈ સમસ્યાને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ચિંતાજનક કંઈ નથી અને તેમને શુક્રવાર સવાર સુધીમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે. તેઓ ડૉ. સમીરન નંદીની દેખરેખ હેઠળ છે."
Reporter: admin