News Portal...

Breaking News :

ફ્લુ સીઝનમાં 16 હજારથી પણ વધુના મોત: રાષ્ટ્રવ્યાપી ધોરણે 2.9 કરોડ કેસ

2025-02-21 09:42:37
ફ્લુ સીઝનમાં 16 હજારથી પણ વધુના મોત: રાષ્ટ્રવ્યાપી ધોરણે 2.9 કરોડ કેસ


કેલિફોર્નિયા : રહસ્યમય બીમારીએ અમેરિકનોનો ભરડો લીધો છે. 8મી ફેબુ્રઆરી સુધી 2024-25ની ફ્લુ સીઝનમાં સીડીસીના અંદાજ મુજબ રાષ્ટ્રવ્યાપી ધોરણે 2.9 કરોડ કેસ નોંધાયા છે અને તેમા 370000નું હોસ્પિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. 


આ ફ્લુ સીઝનમાં 16 હજારથી પણ વધુના મોત થયા છે.અમેરિકામાં છેલ્લા દાયકામાં ફ્લુથી થયેલા મોતનો આંકડો પહેલી વખત આ સ્તરે પહોંચ્યો છે. તેથી તંત્ર સ્તબ્ધ છે. ડોક્ટરોને મુખ્યત્વે ઇન્ફ્લુએન્ઝાના બે પ્રકાર H1N1  અને H3N2ને લઈને ચિંતા છે. સીડીસીએ જણાવ્યું હતું કે ફ્લુનું પ્રમાણ વધતા હોસ્પિટલાઇઝેશન અને મોતનું પ્રમાણ વધી રહ્યું છે. તેની પેટર્નના લીધે ચેપનું જોખમ વધી જાય છે. કેલિફોર્નિયા પ્રાતમાં પહેલી જુલાઈથી ફ્લુના 561 કેસ નોંધાયા છે અને ૬૫થી ઉપરના જ તેનો ભોગ બન્યા છે. 


આ સીઝનમાં પીડિયાટ્રિક ફ્લુથી દસ બાળકોના મોત થયા છે, જ્યારે ત્રણ પીડિયાટ્રિક ડેથ થયા છે.અમેરિકામાં કેલિફોર્નિયામાં ફ્લુના આંકડાએ કોવિડથી થયેલા મોતના આંકડાના વટાવી દીધા છે. ફ્લુના કેસોમાં અચાનક આવતા અમેરિકન હોસ્પિટલો પર દબાણ વધી ગયું છે.સીડીસીએ જણાવ્યું હતું કે 2017-18 પછી ફ્લુની આ સીઝન લગભગ તમામ વયજૂથના લોકો માટે અત્યંત જોખમી નીવડી છે. આ વખતે વેક્સિનેશન રેટ ઐતિહાસિક રીતે નીચો છે ત્યારે ફ્લુના પ્રમાણમાં વધારો થયો છે. ફક્ત 44 ટકા પુખ્તો અને 46 ટકા બાળકોએ જ ફ્લુ શોટ લીધો છે.

Reporter: admin

Related Post