તેલ અવીવ: ઈઝરાયલના કેન્દ્રીય શહેર બેટ યામમાં ગુરુવારે સાંજે એક પછી એક 3 બ્લાસ્ટની ઘટના બની. આ મામલે ઈઝરાયલની પોલીસે કહ્યું કે આ હુમલામાં કોઈ જાનહાનિના તો અહેવાલ નથી પણ આ એક મોટો આતંકી હુમલો હોઈ શકે છે.

પીએમ નેતન્યાહૂએ આ મામલે તાત્કાલિક ધોરણે ડિફેન્સ મિનિસ્ટર, સૈન્ય પ્રમુખ અને શિન બેટ અને પોલીસ કમિશનર સાથે બેઠક યોજી હતી. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે બેટ યામમાં જુદા જુદા સ્થળોએ સ્થળોએ થયેલા બસોના વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે તેલ અવીવની અનેક બસોમાં વિસ્ફોટ બાદ વેસ્ટ બેન્કમાં ઓપરેશન કરવા માટે સૈન્યને નિર્દેશ આપ્યો. નેતન્યાહૂના કાર્યાલયે આ ઘટનાને મોટાપાયે હુમલો કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
Reporter: admin