વડોદરા : સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા એ માત્ર એક યાત્રા નથી, પરંતુ ભક્તિનો અનોખો અલભ્ય અનુભવ છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ મહાદેવના સ્વરૂપનું વિધિવિધાન થી પૂજન કરી પાલખીને યાત્રા પ્રસ્થાન કરાવે છે. ત્યારે હજારો શિવભક્તો મળીને આ યાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીને ઊંચકીને પુણ્યનું અર્જન કરે છે. શ્રાવણ માસના ચાર સોમવાર ઉપરાંત શ્રાવણ માહની પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ પાલખીયાત્રા નું પ્રથમ વખત વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.


Reporter: admin







