News Portal...

Breaking News :

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં 3જા દીક્ષાંત સમારોહમાં 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત

2025-07-28 13:06:10
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં 3જા દીક્ષાંત સમારોહમાં 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત


ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો 
વડોદરા : પં.દીનદયાલ ઓડિટોરિયમ ખાતે આજે કેન્દ્રીય રેલ્વે મંત્રી અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં કુલાધિપતિ અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. 


આ કાર્યક્રમમાં સાંસદ ડૉ.હેમાંગ જોશી, રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, ભારતીય સેના અને રેલવેનાં ઉચ્ચ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.જીએસવીનાં વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ મનોજ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં સંસ્થાની કામગીરી અંગેની માહિતી આપી હતી. દિક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અશ્વિની વૈષ્ણવ ,સાંસદ ડૉ હેમાંગ જોશી, રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે 194 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રાપ્ત થઈ હતી. 5 ગોલ્ડ મેડલ ઉપરાંત ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ અને શ્રેષ્ઠ વિદ્યાર્થી પુરસ્કારો પણ એનાયત કરાયા હતા. મહત્વનું છે કે, આ વર્ષે યુનિવર્સિટીએ 91 ટકા વિદ્યાર્થીઓને આંતરિક ક્ષેત્રમાં પ્લેસમેન્ટ કર્યા છે. દીક્ષાંત પ્રવચનમાં રાજનાથસિંહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે , ભારતનાં નિર્માણમાં યુવાઓને જવાબદારી સ્વીકારવી જોઈએ. 



જેટલી મજબૂત લોજિસ્ટીક સેવાઓ, તેટલી જ મજબૂત આપણી સીમાઓ રહે છે. દેશના કોઈ એક ભાગમાં તૈયાર થતાં સંરક્ષણ ઉત્પાદનો કે સૈનિકો માટેની ખાદ્ય સામગ્રી આપણે સમયસર સીમા પર પહોંચાડીએ છીએ, ત્યારે સીમા પ્રહરીઓનું મનોબળ મજબૂત બને છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું હતું કે, વિકસિત ભારતના સંકલ્પમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક મહત્વનો ભાગ છે. ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો લક્ષ્યાંક લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટેશન, ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી સમલગ્ન વિષયો આવરી વિદ્યાર્થીઓને સજ્જ બનાવવાનો છે, શિપિંગ અને પોર્ટને ગતિશક્તિ વિદ્યાલય સાથે જોડવા મરીન સેક્ટર ભવિષ્યમાં મરીન એન્જિનિયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઈન્ડસ્ટ્રીઝ સાથે સમજૂતી કરવી જોઈએ. તેમજ બ્રિજ એન્ડ ટર્નલ એન્જિનિયરિંગ અંતર્ગત વિદ્યાર્થીઓને જ્ઞાન અને તાલીમ આપી દેશના બ્રિજ અને ટર્નલની ડિઝાઇન ટેસ્ટ તથા મેન્ટેનન્સનું માર્ગદર્શન અપાશે.

Reporter: admin

Related Post