અમદાવાદ : તાજેતરમાં જ દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ હવે અમદાવાદની પણ કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી નાખવાની ધમકીમળી છે. ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ દોડતું થયું હતું અને તપાસ હાથ ધરી હતી.
રશિયન સર્વરથી ધમકી મળ્યાંના અહેવાલ છે.
માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાત સહિત અમદાવાદમાં પણ મતદાન યોજાવાનું છે ત્યારે કેટલીક સ્કૂલોમાં પણ મતદાન મથકો ગોઠવાયા છે. જેના લીધે આવી ધમકીથી હવે પોલીસતંત્ર દોડતું થઈ ગયું છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાન ધમકી અફવા સાબિત થઇ હતી.
Reporter: News Plus