સુરત લોકસભાની બેઠક બિનહરિફ જાહેર થઈ છે. જો કે, આવતીકાલે લોકસભાની બારડોલી અને નવસારી બેઠક માટે મતદાન થવાનું છે. ત્યારે આજે રિટર્નિંગ ઓફિસરને ઈવીએમ અને વીવીપેટ સોંપવામાં આવ્યાં હતાં. સાથે જ ચૂંટણીમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ઈવીએમ અને વીવીપેટ તમામ ઓફિસરને ચેક કરીને આપવામાં આવ્યાં હતાં.
જિલ્લા કક્ષાના અધિકારીઓની દેખરેખમાં ઈવીએમ અને વીવીપેટ આપવામાં આવ્યાં હતાં. વહેલી સવારથી શરૂ થયેલી કામગીરીમાં બંધ બોક્સમાં તમામ રિટર્નિંગ ઓફિસરને જરૂરી સાધન સામગ્રી સોંપવામાં આવી હતી. સાથે જ તમામ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યાં હતાં. સાથે જ અમૂક ઈવીએમ એક્સ્ટ્રા પણ આપવામાં આવ્યાં હતાં. જેથી એક ખરાબ થાય તો બીજાનો ઉપયોગ કરી શકાય.
શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાના અધિકારીએ જણાવ્યું હતું કે, ઈવીએમ અને વીવીપેટ જરૂરી સંખ્યાની સાથે રિઝર્વ પણ રાખવામાં આવ્યાં છે. જેથી કોઈ પ્રશ્ન સર્જાય તો રિઝર્વ ઈવીએમનો પણ ઉપયોગ કરી શકાશે. સાથે જ રાઉન્ડ ધ ક્લોક તપાસ રાખવામાં આવશે. જેથી કોઈ પણ સ્થિતિને પહોંચી વળાય.
Reporter: News Plus