ચુંટણી ગીત.. ઝૂઠ બોલે કૌઆ કાટે નો ઢાળ..
મત ના આપો તો લોકશાહીને કૂતરું કરડે..
કાળા કૂતરાથી ડરજો..
બચાવવા લોકશાહી ને શ્વાન (અરાજકતા) થી..
તમે ૭ મી એ મતદાન અવશ્ય કરજો..
બપોરે નીકળશો તો લુ લાગશે...
આરોગ્ય સાચવવા વહેલી સવારે મતદાન કરી લે જો..
કોઈ રૂપિયા, વાસણ કે કપડાં ની લાલચ આપશે..
પણ ભોળવાયા વગર તમે ગમતાને મત આપજો..
લોકશાહીની લાજ રાખવા..બંધારણને આદર આપવા..
તમે મતદાન અવશ્ય કરજો..
મતદાર માહિતી કાપલી અને મતદાર ફોટો ઓળખ પત્ર સાથે અવશ્ય લઈ જજો..
મતદાન મથક નજીક જ છે તમે મતદાન અવશ્ય કરજો...
મતદાન ઓળખ પત્ર ના મળે તો આધાર કાર્ડ કે અન્ય ઓળખનો પુરાવો સાથે લઈ જજો..
તમે મતદાન અવશ્ય કરજો...
સંસારમાં ખાટીમીઠી ચાલ્યા કરે ..એને ભૂલી જજો...
હાથમાં પત્નીનો હાથ ઝાલી..મતદાનમાં સાથે રહેજો..
યુવાન દીકરા દીકરીઓને સાથે લઈ જજો..
નાગરિક ધર્મ સમજાવજો..
મતદાન અચૂક કરજો..
લગ્નમાં વરઘોડામાં કે બેસણાં માં થોડા મોડા જજો..
પહેલા મતદાન અવશ્ય કરજો...
મતદાન કરીને ભલે ફરવા નીકળી જજો..
રજા ની મોજ માણજો..
પણ આંગળી પર શાહી નું ટપકું દેખાય એવી પોસ્ટ અચૂક મુકજો..
પછી જળપાન કરજો પહેલા મતદાન અવશ્ય કરજો..
૧૦ મિનિટ માંડ થાય છે..ગપ્પા મારવામાં ઓછો સમય ગાળજો..
પહેલા મતદાન અવશ્ય કરી લે જો...
તમારો એક મત અમૂલ્ય છે,પરિણામ બદલી શકે...
એટલે મતદાન અવશ્ય કરજો..
બંધારણે આપેલો અધિકાર વેડફાય નહિ એ જો જો..
તમે મતદાન અવશ્ય કરજો...
સવારના ૭ થી સાંજના ૬ સુધીના ૧૧ કલાક તમારી પાસે છે...એટલે બહાનું કાઢ્યા વગર મતદાન અવશ્ય કરજો...
પાંચ વર્ષે મળતો આ અવસર ચૂકશો નહિ..
મતદાન અવશ્ય કરજો...
૭ મી તારીખે બીજું બધું જ ભૂલી જજો..
માત્ર મતદાન યાદ રાખજો..મતદાન અવશ્ય કરજો...
બહાના કાઢવા માટે બીજા અનેક પ્રસંગો મળશે...
મતદાન ન કરવાનું બહાનું ના શોધશો..
વહેલા ઊઠીને પહોંચી જજો મતદાન મથકે...
મતદાન અવશ્ય કરજો..
મતદાન મથક છે લોકશાહી માતાનું મંદિર..
મતદાન થી માતાને વંદન કરજો..મતદાન અચૂક કરજો...
કવિ સુરેશ કહે છે નાગરિક ધર્મ નિભાવજો..
મતદાન અવશ્ય કરજો
Reporter: News Plus