છાણી રોડ પર ભારત પેટ્રોલપંપની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાંથી એસ.ઓ.જી.ની રેડ કરતા રૂ. 2,26,400 કિંમતનું 11 ગ્રામ 320 મિ.ગ્રા. હેરોઇન જપ્ત કરાયું.

હરજીન્દરસિંહ ઉર્ફે બોબી સરદાર નામનો ઈસમ રંગેહાથ ઝડપાયો.આરોપી ડ્રાઇવરોને દરરોજ હેરોઇનની પડીકીઓ વેચતો હોવાની ચોક્કસ બાતમી પરથી કાર્યવાહી કરતા એક મોબાઇલ અને રૂ. 3,300 રોકડ સહિત કુલ મુદ્દામાલ કી.રૂ. 2,34,700 કબજે.છાણી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. હેઠળ ગુનો નોંધાયો.સાથીદાર ગરદયાલસિંગ પંજાબનો વોન્ટેડ, શોધખોળ તેજ
Reporter: admin







