News Portal...

Breaking News :

સામાજીક કાર્યકર પાર્થ પટેલ દ્વારા જનસેવા હેતુ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન

2025-10-10 14:36:55
સામાજીક કાર્યકર પાર્થ પટેલ દ્વારા જનસેવા હેતુ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન


આજરોજ દંતેશ્વર વિસ્તારમાં તળાવ પાસે આવેલ ભાથીજી મહારાજ નાં મંદિર આંગણ માં સામાજીક કાર્યકર પાર્થ પટેલ દ્વારા જનસેવા હેતુ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો. 


ભગવાન ધનવંતરી સામે દીપ પ્રગટય કરીને કેમ્પની શરૂઆત કરવામાં આવી. આ મેડિકલ કેમ્પમાં તરસાલી આયુર્વેદિક દવાખાનાનાં ડોક્ટર વૃશાલી શાહ દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ તેમની ટીમ દ્વારા યોગ વિશે માહિતી આપી યોગ કરાવવામાં આવ્યા હતા. આ કેમ્પ માજી મંત્રી ભીખાભાઈ રબારીની ઉપસ્થિતમાં થયો હતો. 


આ પ્રકારનાં કેમ્પ સામાજીક કાર્યકર પાર્થ પટેલ સમયાંતરે તરસાલી, માંજલપુર , મકરપુરા , માણેજા જેવા વિસ્તારમાં અલગ અલગ જગ્યા એ કરતા જ હોય છે જેમાં બહોળા પ્રમાણમાં સ્થાનિકો સેવાનો લાભ લેતા હોય છે. એવામાં આજરોજ દંતેશ્વર વિસ્તારનાં મોટા ભાગનાં સ્થાનિકોએ પણ આ સેવાનો લાભ લીધો.

Reporter: admin

Related Post