News Portal...

Breaking News :

શહેરમાં અત્યાર સુધી 21 હજાર મિલકત સીલ , બાકી વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે કડક કાર્યવાહી

2025-02-12 11:14:05
શહેરમાં અત્યાર સુધી 21 હજાર મિલકત સીલ , બાકી વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે કડક કાર્યવાહી


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરાની કડક રાહે વસૂલાત કરવામાં આવી રહી છે. મળેલી માહિતી મુજબ અત્યાર સુધી 21 હજારથી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે. 


શહેરમાં બજેટ રજૂ થયા બાદ મિલકતવેરો નહીં ભરનારા મિલકતધારકો સામે કડક ઝુંબેશ શરુ કરાઇ છે. બાકી વેરા ધરાવનારને અગાઉ નોટિસો આપવામાં આવી રહી છે પણ આમ છતાં નોટિસોને અવગણીને વેરો નહીં ભરનારા મિલકતધારકોની મિલકતો સીલ કરાઇ રહી છે. પાલિકાના આસિ,કમિશનર સુરેશ તુવરે કહ્યું કે બાકી વેરો ધરાવનારા મિલકતધારકો સામે કડક ઝુંબેશ ચાલી રહી છે અને રોજ સરેરાશ 1 હજારથી વધુ મિલકતો સીલ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કોર્પોરેશનના ચાલુ નાણાકીય વર્ષનો સામાન્ય કરની આવકનો લક્ષ્યાંક ૭૨૪ કરોડ છે. જેમાંથી અત્યાર સુધીમાં 539 કરોડની વસૂલાત થઈ છે. 


લક્ષ્યાંક પૂર્ણ કરવા સીલ મારવાની કામગીરી ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે. અગાઉ બાકી વેરો ભરી દેવા માટે મિલકત ધારકોને નોટિસ અને વોરંટ બજાવવામાં આવ્યા હતા. હાલ કોર્પોરેશનના તમામ વોર્ડમાં વેરાની વસુલાત કડકરાહે કરવા સૂચના આપી દેવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા બાકી વેરો વસૂલ થાય તે માટે રહેણાંક અને બિન રહેણાંક મિલકતોમાં ૮૦ ટકા વ્યાજ માફીની યોજના અમલમાં મૂકાઈ છે. જેનો લાભ લઈ બાકીનો વેરો ભરપાઈ કરી દેવાનું જણાવાયું છે.તેમણે કહ્યું કે  ઓનલાઇન પણ વેરો ભરી શકાય છે.જેથી જે મિલકતધારકોએ હજું સુધી વેરો ભર્યો નથી તેમણે પાલિકાની વ્યાજ માફીની યોજનાનો લાભ મેળવીને વેરો ભરી દેવો જોઇએ,

Reporter: admin

Related Post