વડોદરા: ગુજરાત રિફાઈનરીમાં લાગેલી આગમાં વધુ એક કર્મચારીનું મોત નિપજ્યું છે. આ કર્મચારી બેન્ઝીન પ્લાન્ટમાં કામ કરતો હતો. આમ, રિફાઈનરીની આગમાં અત્યાર સુધી 2 કર્મચારીના કરુણ મોત નિપજ્યા છે.
શૈલેષ મકવાણા, હિમંત મકવાણા નામના 2 કર્મચારીના મોતના અહેવાલ છે.અન્ય 3 લોકો ગંભીર દાઝી જતાં સારવાર માટે ખસેડાયા છે. 12 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી છે. વિવિધ જિલ્લાના ફાયર જવાનોની મહેનત રંગ લાવી છે. AFFF ફોમિંગ સિસ્ટમથી આખરે વિકરાળ આગ પર કાબૂ મેળવાયો હતો. ગુજરાત રિફાઇનરીમાં બપોરે પહેલો અને મોડી રાતે બીજો બ્લાસ્ટ થયો હતો. તેના બાદ ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. આ બાદ અનેક વિસ્તારોની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક રિફાઈનરી પહોંચી હતી. આગ પર ત્રીપલ FFF ફ્રોર્મનો મારો સતત ચાલુ રખાયો હતો. આ ફ્રોર્મ જ આગ પર કાબુ મેળવી શકે છે. આઇપીસીએલ કંપનીમાંથી સ્પેશિયલ આ ફોર્મ મંગાવવામાં આવ્યો હતો. 2 ટેન્કરમાં આગ લાગી હતી. અન્ય ટેન્કમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
વડોદરામાં આવેલ ગુજરાત રિફાઇનરીના બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં આગ લાગ્યાના 12 કલાકની જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. વડોદરા ફાયરની ટીમે AFFF (Aqueous Film Forming Foam ) ફોમીંગ સીસ્ટમથી આગ બૂઝવી હતી. હાલના તબક્કે કોઈ ચિંતાનો વિષય નથી, તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાત્રે 3.30 કલાકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. રિફાઈનરી દ્વારા સાયરન વગાડી આ અંગે જાણ કરવામાં આવી હતી. આગ કાબૂમાં આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ઈન્ડિયન ઓઈલે એક નિવેદનમાં જણાવ્યું કે, સોમવારે ગુજરાત રિફાઈનરમાં બપોરે અંદાજે 3.30 કલાકે બેન્ઝીન સ્ટોરેજ ટેન્ક (1000 કિલોમીટરની ક્ષમતા) માં આગ લાગી હતી. રિફાઈનરની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. IOCL માં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી હતી.
Reporter: