વડોદરા : શહેર પોલીસના સબ સલામત હૈ ના દાવાઓ દિવસે ને દિવસે પોકળ સાબિત થઈ રહ્યા છે.

સમી સાંજે સૌરભ પાર્કમાં રહેતા મિશ્રા પરિવારના મકાનમાં બનાવાયેલ વર્ષો જૂના કલ્પેશ્વર મહાદેવના મંદિરે બેસેલા વૃદ્ધાના ગળા માંથી એક તસ્કર ચેન તોડી ફરાર થઈ જાય છે અને સમગ્ર ઘટના સ્થળ ઉપર મુકવામાં આવેલ CCTV કેમેરામાં કેદ પણ થાય છે.

ચેન સ્નેચિંગની ઘટના બનતા વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લક્ષ્મી પુરા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી માત્ર ને માત્ર હવામાં હવાતિયા મારતો નજરે પડે છે.


Reporter: admin







