પહેલા સરકારી કચેરી, બીજા તબક્કામાં ઉદ્યોગો તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષ અને ત્રીજા તબક્કામાં રહેણાક વિસ્તારમાં મીટર લગાવાશે.
સ્માર્ટ મીટર સામે અને જિલ્લાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે તેને લઇને હવે મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં ત્રણ તબક્કામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવશે. જેમાં પહેલા સરકારી કચેરી, બીજા ફેઝમાં મોટા ઉદ્યોગ અને કોમર્શિયલ કોમ્પલેક્ષ અને થર્ડ ફેઝમાં રહેણાંક વિસ્તારમાં મીટર લગાવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં સ્માર્ટ મીટર સામે વિરોધ જોવા મળ્યો. વીજ કંપની દ્વારા કોઈ પણ પ્રકારની સમજ વિના આ મીટર લગાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જો કે હવે 3 તબક્કામાં મીટર લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે
જેમાં પ્રથમ સરકારી તમામ કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવશે. સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા માટે ઉર્જા વિભાગ દ્વારા રોડ અને બિલ્ડીંગ અને નાણાં વિભાગ સાથે સંકલન કરી અને ત્યારબાદ આ મીટર લગાવવામાં આવશે. બીજા તબક્કામાં સ્માર્ટ ડિજિટલ મીટર રાજ્યમાં આવેલા મોટા ઉદ્યોગોમાં લગાવવામાં આવશે અને ત્યારબાદ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે જ્યારે ત્રીજા તબક્કામાં રહેણાંક વિસ્તારોમાં આ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. હાલ તો મીટર લગાવવાની કામગીરી સ્થગિત કરાઈ છે. પણ આગામી દિવસોમાં પુનઃ આ કામગીરી શરૂ કરાશે.
Reporter: News Plus