વડોદરા: વડોદરાને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે પરંતુ સ્માર્ટ કામ કરવામાં આવતા નથી. તંત્ર પોતે એટલું સ્માર્ટ છે કે બીજાને સ્માર્ટ બનવા દેતા નથી.
શહેરમાં રસ્તાઓ પર ભુવા પડવાનો સિલસિલો હમેશા યથાવત છે. શહેરમા તરસાલી રોડ ઉપર એસઆરપી ગ્રુપ નંબર 9 ની સામે મોટો ભુવો પડ્યો છે જેમાં કોર્પોરેશનની બેદરકારી દેખાઈ આવે છે. પણ અધિકારીઓના પેટનુ પાણી પણ હલતું નથી.હાલ વરસાદની સિઝન ચાલુ છે અને સાથે સાથે વડોદરા શહેરમાં ભુવા પડવાની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે આ ભુવો જે જગ્યાએ પડ્યો છે ત્યાં બે મોટી સ્કૂલો આવેલી છે એક ફોનિક્સ વિદ્યાલય અને બીજી ઓક્ઝીલીયમ વિદ્યાલય.આ બંને સ્કૂલોની વચ્ચે આ મોટો ભુવો પડ્યો છે
જો કોઈ વિદ્યાર્થી કે કોઈ રાહદારી આ રોડ ઉપરથી જતો અને તે જ સમયે આ ભુવો પડતો તો મોટી જાનહાની થવાની શક્યતા છે એની જવાબદારી કોણ લેશે એ એક પ્રશ્ન છે.હાલ થોડાક જ દિવસ પહેલા આ આ ભુવો પડ્યો છે તેના 20 ફૂટ ના અંતરે જ અગાઉ પણ ભૂવો પડ્યો છે,હજુ એ ભુવો પુરવાની કામગીરી ચાલુ હતી ત્યાં તો થોડાક જ અંતરે ફરી આ નવો ભુવો પડ્યો હતો. હજુ તંત્ર ક્યારે જાગશે અને ક્યારે પોતાની જવાબદારી નિભાવશે.લાગે છે તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે. કોર્પોરેશનનું તંત્ર વડોદરાને ખાડોદરા બનતું ક્યારે અટકાવશે અને લોકોને ક્યારે હસ્કારો થશે એની કોઈને ખબર નથી.
Reporter: admin