News Portal...

Breaking News :

માંજલપુર અલવાનાકા કોતર તલાવડી વિસ્તારમાં અસંખ્ય ખાડાઓનું સામ્રાજ્ય.

2024-08-07 12:14:53
માંજલપુર અલવાનાકા કોતર તલાવડી વિસ્તારમાં અસંખ્ય ખાડાઓનું સામ્રાજ્ય.


વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે ઘણા સવાલો ઉઠ્યા છે, પ્રિમોનસુનના નામે ખાલી વાતો સાંભળવામા આવી છે. 


શહેરમાં પ્રથમ વરસાદેજ પાલિકાની પોલ ઉઘાડી પાડી દીધી હતી. ઠેર ઠેર પાણી ભરાયા હતા, રસ્તાઓ ખરાબ હોવાના કારણે પાણીનો ભરાવો થયો હતો.આવુજ માંજલપુર અલવાનાકા પાસે આવેલ કોતર તલાવડી વિસ્તારના મુખ્ય માર્ગો પર અસંખ્ય ખાડાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ તંત્રના પાપે હાલાકી ભોગવવા મજબુર બન્યા છે. તંત્ર કામ ન કરતા રાહદારીઓને પરેશાની થઈ રહી છે. સ્માર્ટ સિટી વડોદરા શહેરમા પાલિકા તંત્રની પોલ ઉઘાડી કરી દીધી છે.


શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે શહેરના માંજલપુર અલવાનાકા અને કોતર તલાવડી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર અસંખ્ય ખાડાનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખાડાઓના કારણે વાહન ચાલકોને પોતાના વાહનોને પણ નુકસાન થઈ રહ્યા છે અને રાહદારીઓને પણ ઘણી હાલાકી થઈ રહી છે.બીજી તરફ સ્માર્ટ શાસકો વિકાસની ગુલબાંગો ફૂંકી રહ્યા છે.પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતના કારણે રોડ રસ્તાના કામોમાં પણ કટકી કરતા માર્ગો ઉપર ખાડા પડતા લોકો છાશવારે મુશ્કેલીમાં મુકાતા હોય છે.ત્યારે વાહન ચાલક હોય આ રોડ ઉપરના ખાડા પુરવા અને વ્યવસ્થિત કામગીરી કરવા માંગણી કરી હતી.

Reporter: admin

Related Post