News Portal...

Breaking News :

લોકસભાની ચૂંટણી માટે છઠ્ઠા તબક્કાનું મતદાન

2024-05-25 09:43:43
લોકસભાની ચૂંટણી માટે  છઠ્ઠા તબક્કાનું મતદાન


લોકસભાની ચૂંટણી માટે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ બાદ હવે એક જ તબક્કાનું મતદાન રહેશે અને આગામી 4 જૂનના રોજ પરિણામ જાહેર કરાશે.


આજે 58 બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે.લોકસભાની 543 પૈકી 428 બેઠકો માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અને હવે આજે છટ્ઠા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે છઠ્ઠા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 889 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં બિહાર (8 બેઠકો), હરિયાણા (તમામ 10 બેઠકો), જમ્મુ અને કાશ્મીર (1 બેઠક), ઝારખંડ (4 બેઠકો), દિલ્હી (તમામ 7 બેઠકો), ઓડિશા (6 બેઠકો), ઉત્તર પ્રદેશ (14 બેઠકો) અને પશ્ચિમ બંગાળ (8 બેઠકો) પર મતદાન ચાલી રહ્યું છે.


આ ઉપરાંત ઓડિસાની 42 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. આજે જે દિગ્ગજો માટે મતદાન થઈ રહ્યું છે તેમાં આ તબક્કામાં ધર્મેન્દ્ર પ્રધાન, મનોજ તિવારી, કન્હૈયા કુમાર, મેનકા ગાંધી, મહેબુબા મુફ્તી, અભિજિત ગંગોપાધ્યાય, મનોહરલાલ ખટ્ટર, નવી જિંદલ, સંબિત પાત્રા, રાજ બબ્બર, બાંસુરી સ્વરાજનો સમાવેશ થાય છે.

Reporter: News Plus

Related Post