વિરુધુનગર : તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાના ઉત્પાદન એકમમાં શનિવારે જોરદાર વિસ્ફોટ થયો છે,
આ ઘટનામાં છ કામદારોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ કેમિકલ ભેળવવાની પ્રક્રિયા દરમિયાન થયો હતો. જેના કારણે એક રૂમ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર અને રેસ્ક્યુ વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર અને રેસ્ક્યુ વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાની તપાસ હાથ ધરી છે. આ ફેક્ટરીના 35 રૂમમાં 80 થી વધુ કામદારો કામ કરે છ
આ ફટાકડા બનાવવાની ફેક્ટરી અપ્પનાયકનપટ્ટી પંચાયતના બોમાયપુરમ ગામમાં આવેલી છે, જે બાલાજી નામની વ્યક્તિ ચલાવે છે. આ ઘટના ત્યારે બની જ્યારે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું અને કર્મચારીઓ તેમના નિયમિત કામમાં વ્યસ્ત હતા. મૃતકોની ઓળખ વેલમુરુગન, નાગરાજ, કન્નન, કામરાજ, શિવકુમાર અને મીનાક્ષી સુંદરમ તરીકે થઈ હતી, જેઓ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં વિરુધુનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.છેલ્લા કેટલાક વર્ષોમાં, તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં વિસ્ફોટના ઘણા કિસ્સા નોંધાયા છે. મે 2024 માં, વિરુધુનગર જિલ્લામાં શિવકાશીમાં સેંગમલાપટ્ટી નજીક ફટાકડા ઉત્પાદન એકમમાં અકસ્માતમાં પાંચ મહિલાઓ સહિત નવ કામદારોના મોત થયા હતા. તે વિસ્ફોટમાં, સાત રૂમ જ્યાં ફટાકડા રાખવામાં આવ્યા હતા તે બળીને રાખ થઈ ગયા.
Reporter: admin