લંડન: એક સર્જને કેન્સરના દર્દીનું ઓપરેશન કરતી વખતે ખુદને આ ઘાતક કેન્સર બીમારીથી સંક્રમિત કરી લીધો. માનવામાં આવે છે કે આ પ્રથમ એવો કિસ્સો છે.
સર્જરી કરી રહેલા ડોક્ટરે ભૂલથી પોતાનો હાથ પર કટ લગાવવાના કારણે દર્દીના ટ્યૂમર સેલ્સ પોતાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી લીધા. આ પ્રક્રિયા જર્મનીના 32 વર્ષિય વ્યક્તિ પર થઈ રહી હતી, જે એક દુર્લભ પ્રકારના કેન્સરથી પીડિત હતો અને તેના પેટમાંથી ટ્યૂમરને હટાવવામાં આવી રહ્યું હતું.સર્જનનો હાથ તે સમયે કપાઈ ગયો અને તે સર્જરી દરમ્યાન દર્દીમાં ડ્રેન લગાવવાની કોશિશ કરી રહ્યો હતો. ઘાને તરત જ ડિસઇન્ફેક્ટ અને બેન્ડેજ કરી દીધો હતો, પણ 53 વર્ષિય ડોક્ટરે લગભગ પાંચ મહિના બાદ પોતાની મધ્યમ આંગળીના બેઝ પર એક કઠોર 1.2 ઇંચની ગાંઠ બનતી દેખાઈ. હાથના એક્સપર્ટને મળ્યા બાદ, આ ગાંઠની ઓળખ એક ઘાતક ટ્યૂમર તરીકે થઈ, જે તેણે પૂર્વમાં દર્દીના કેન્સર જેવી હતી.
ત્યારબાદ ડોક્ટર્સે નિષ્કર્ષ કાઢ્યું કે સર્જનને કેન્સર ત્યારે થયું જ્યારે તેના દર્દીની ટ્યૂમર કોશિકાઓ તેના કપાયેલા ઘામાં પ્રવેશ કરી ગઈ.આ કેસના રિપોર્ટના લેખકોએ આ સ્થિતિને અસામાન્ય ગણાવી, કારણ કે હંમેશા શરીરની કોઈ પણ બહારી ટિશ્યૂને ટ્રેડિશનલ ટ્રાન્સપ્લાન્ટ દરમ્યાન એક્સેપ્ટ નથી કરતું. અને આ જ આશા ડોક્ટરના મામલામાં પણ જોવા મળી હતી. તેમણે નિષ્કર્ષ કાઢ્યું કે, સર્જનના શરીરમાં ઇનઇફેક્ટિવ એન્ટિટ્યૂમર ઇમ્યૂન રિસ્પોન્સ હતું, જે ટ્યૂમરના ડેવલપમેન્ટ અને ગ્રોથના આધાર પર હતી.આ કેસ જેને “દ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન”માં પ્રકાશિત કર્યો હતો. મૂળ તો 1996માં રિપોર્ટ કર્યો હતો, પણ જ્યારે ફરીથી ચર્ચામાં આવી ગયો છે. ડોક્ટર્સે દર્દીના દુર્લભ કેન્સર, મેલિગ્નન્ટ ફાઈબ્રોસ હિસ્ટિયોસાઈટોમાની ભૂલથી પ્રત્યારોપણનો ઉલ્લેખ કર્યો.
Reporter: admin