News Portal...

Breaking News :

નેતાઓએ ગોડફાધર દ્વારા હોદ્દો માટે લોબિંગ પણ શરૂ કર્યું

2025-01-05 09:29:32
નેતાઓએ ગોડફાધર દ્વારા હોદ્દો માટે લોબિંગ પણ શરૂ કર્યું



વડોદરા : ગુજરાતમાં ભાજપના શહેર-જિલ્લા પ્રમુખ બનવા આજથી સેન્સ પ્રક્રિયાનો આરંભ થયો છે. જેના માટે દાવેદારો દ્વારા લોબિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદના શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર અને જિલ્લા પ્રમુખ બનવા વર્તમાન અને પૂર્વ હોદ્દેદારોએ ફોર્મ ભર્યા છે. કેટલાક નેતાઓએ ગોડફાધર દ્વારા તેમને આ હોદ્દો મળે તે માટે લોબિંગ પણ શરૂ કરી દીધું છે.વડોદરામાં સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા એકબીજા પર આક્ષેપ કર્યા હતા. ચૂંટણી અધિકારીની હાજરીમાં ડખો થતાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો હતો. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા ચૂંટણી અધિકારી દ્વારા 44 જેટલા ઉમેદવારોનાં ફોર્મ સ્વીકારવામાં આવ્યાં હતા. જ્યારે જિલ્લા-અધ્યક્ષ માટે કુલ 55 ફોર્મ ઉમેદવારોએ ભર્યાં હતા. વડોદરા શહેર ભાજપ માટે સુનીલ સોલંકી, જિગીષા શેઠ, હિતેન્દ્ર પટેલ, ડો. વિજય શાહ, હર્ષિત ઉર્ફે ગોપી તલાટી, ભૂપેન્દ્ર લાખાવાલા, જિગર ઈનામદાર, દીપર પઢિયાર, લલિત રાજે દાવેદારી નોંધાવી હતી. જ્યારે વડોદરા જિલ્લા ભાજપ ઉમેદવાર તરીકે સતીષ પટેલ, યોગેશ અધ્યારુ, ધર્મેશભાઈ પંડ્યા, ગોપાલભાઈ રબારી, અરવિંદભાઈ પટેલ, મુકેશભાઈ પંડ્યા, પૂનમભાઈ રાઠોડે ફોર્મ ભર્યા હતા.તમામ શહેરોનો રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશની ટીમને આપી દેવામાં આવશે અને આ રિપોર્ટના આધારે નામ નક્કી કરવામાં આવશે.અમદાવાદમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ મકવાણાનું નામ ચર્ચાઈ રહ્યું છે. જે પાછળ અનેક કારણો છે. આ સિવાય ભાસ્કર ભટ્ટ, ભૂષણ ભટ્ટ, પરેશ લાખાણી, હિતેશ બારોટ, સુરેશ પટેલ, મહેન્દ્ર પટેલ, ડો. નિર્મળાબેનના નામ પણ ચર્ચાઈ રહ્યો છે. ચૂંટણી અધિકારી પ્રદીપ ખીમાણી અમદાવાદ કાર્યાલય પર પહોંચતા જ શહેર પ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.

અમદાવાદના શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર અને જિલ્લા પ્રમુખ બનવા વર્તમાન અને પૂર્વ હોદ્દેદારોએ ફોર્મ ભર્યા છે. કેટલાક નેતાઓએ ગોડફાધર દ્વારા તેમને આ હોદ્દો મળે તે માટે લોબિંગ પણ શરૂ કરી દીધું છે.વડોદરામાં સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા એકબીજા પર આક્ષેપ કર્યા હતા. ચૂંટણી અધિકારીની હાજરીમાં ડખો થતાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો હતો. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા ચૂંટણી અધિકારી દ્વારા 44 જેટલા ઉમેદવારોનાં ફોર્મ સ્વીકારવામાં આવ્યાં હતા. જ્યારે જિલ્લા-અધ્યક્ષ માટે કુલ 55 ફોર્મ ઉમેદવારોએ ભર્યાં હતા. 

વડોદરા શહેર ભાજપ માટે સુનીલ સોલંકી, જિગીષા શેઠ, હિતેન્દ્ર પટેલ, ડો. વિજય શાહ, હર્ષિત ઉર્ફે ગોપી તલાટી, ભૂપેન્દ્ર લાખાવાલા, જિગર ઈનામદાર, દીપર પઢિયાર, લલિત રાજે દાવેદારી નોંધાવી હતી. જ્યારે વડોદરા જિલ્લા ભાજપ ઉમેદવાર તરીકે સતીષ પટેલ, યોગેશ અધ્યારુ, ધર્મેશભાઈ પંડ્યા, ગોપાલભાઈ રબારી, અરવિંદભાઈ પટેલ, મુકેશભાઈ પંડ્યા, પૂનમભાઈ રાઠોડે ફોર્મ ભર્યા હતા.તમામ શહેરોનો રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશની ટીમને આપી દેવામાં આવશે અને આ રિપોર્ટના આધારે નામ નક્કી કરવામાં આવશે.અમદાવાદમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ મકવાણાનું નામ ચર્ચાઈ રહ્યું છે. જે પાછળ અનેક કારણો છે. આ સિવાય ભાસ્કર ભટ્ટ, ભૂષણ ભટ્ટ, પરેશ લાખાણી, હિતેશ બારોટ, સુરેશ પટેલ, મહેન્દ્ર પટેલ, ડો. નિર્મળાબેનના નામ પણ ચર્ચાઈ રહ્યો છે. ચૂંટણી અધિકારી પ્રદીપ ખીમાણી અમદાવાદ કાર્યાલય પર પહોંચતા જ શહેર પ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.

Reporter: admin

Related Post