વડોદરા :ચારેય ઝોનમાં સ્પેશિયાલીટી સગવડો મળી રહે, આવનારા વર્ષોના પ્લાનીંગ સાથે કામ થશે. અમદાવાદ મેડીસીટી પરનો ઘસારો ઘટે તે દિશામાં પ્રયત્નો છે.
આજરોજ રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેષભાઇ પટેલ વડોદરાની મુલાકાતે છે. શરૂઆતમાં તેઓ ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ પહોંચ્યા હતા. અને સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ તકે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમદાવાદની જેમ વડોદરામાં મધ્યગુજરાતની મેડીસીટી જેવી મેડિકલ સુવિધાઓ મળે તેવી તૈયારીઓ અમે કરી રહ્યા છીએ. જેથી અમદાવાદ મેડીસીટી પરનું ભારણ ધટે. આ સાથે જ તેમણે દવાઓની અછત અને આયુષ્યમાન કાર્ડમાં પડતી મુશ્કેલીઓ અંગે તેમનો મત વ્યક્ત કર્યો હતો. ગોત્રી હોસ્પિટલ બાદ તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે.
અને તેમના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ધાટન થનાર છે.રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશભાઇ પટેલ એ મીડિયાને જણાવ્યું કે, અમદાવાદ મેડીસીટી તરીકે ગણાય છે. તે જ રીતે વડોદરાને મધ્યગુજરાતમાં વિકસાવવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે. તેવા સમયે જીએમઇઆરએ, એસએસજી હોસ્પિટલમાં જુની સુવિધાઓ સાથે નવી સ્પેશિયાલીટીની સુવિધાઓ અમે ઉભી કરવા જઇ રહ્યા છીએ. તેના સંદર્ભે હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પેશન્ટની કેવી કાળજી લેવાય છે, નવી સુવિધાઓ તૈયાર કરવાની, બાકી જરૂર જણાતી સુવિધાઓ, દર્દીઓ અને સ્ટાફને કોઇ તકલીફ ના પડે તેવી વ્યવસ્થા, કેસ બારીઓ પર લાઇનનો ના લાગે તેવા વિષયોને લઇને રૂટિન વીઝીટ કરવામાં આવી છે. રાજ્યના ચારેય ઝોનમાં સ્પેશિયાલીટી સગવડો મળી રહે, અને આવનારા વર્ષોના પ્લાનીંગ સાથે કામ થશે. અમદાવાદ મેડીસીટી પરનો ઘસારો ઘટે તે દિશામાં પ્રયત્નો છે.વધુમાં તેમણે જણાવ્યું કે, આ એચએમપીવી વાયરલ ચાઇનામાં ફેલાવો વધારે છે. ડરવાની જરૂર નથી.
Reporter: admin