ક્રિસ્પી પનીર બનાવવા માટેની સામગ્રીમાં 250 ગ્રામ પનીર,2 ચમચી મેંદો, 2 ચમચી કોન્ફલોર, 1 ચમચી ચોખાનો લોટ, 1 ચમચી આદુ - લસણની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, સહેજ ખાવાનો કલર, 1 ચોપ કરેલી ડુંગળી, 1 કપ દહીં, લીમડાના પાન જરૂરી છે.
પનીરને ચોરસ ટુકડામાં કાપી લેવા. એક બાઉલમાં મેંદો, કોન્ફલોર, ચોખાનો લોટ, આદુ - લસણની પેસ્ટ, મસાલા બધું ઉમેરી મિક્સ કરવું. તેમાં પાંચ ચમચી પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવવી. પનીરના પીસને આ મિક્ષરમાં કોટ કરવા. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી પનીર ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા અને કાઢી લેવા. બીજી બાજુ એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી ડુંગળી અને લીમડાના પાન હલકા બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવા.તેમાં દહીં, લાલ મરચું અને મીઠુ ઉમેરી મિક્સ કરવું. તેમાં પનીરના ટુકડા ઉમેરી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લેવા. ત્યારબાદ ગેસ બન્ધ કરી પીરસી લેવા.
...
Reporter: admin