એકજ પરીવારના માતા પિતા અને સગીર દિકરીનુ અપહરણ
જરોદ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એ. બારોટને જામનગરના કાલાવાડ ગ્રામ્ય પી આઈ ડાભીએ જાણ કરી હતી કે એક સફેદ કલરની બોલેરો ફોર વ્હીલ ગાડીમા એક જ પરીવારના સભ્યો કૈલાશભાઈ સુપડુભાઈ સોલંકી(૪૨) તથા તેની પત્ની ઊષા બેન (૪૦) તથા સગીર દિકરી નિશાબેન કૈલાશભાઈ સોલંકી(૧૫) ધંધો-ઘરકામ, તથા ખેતી મજુરી, ત્રણેય હાલ રહે.- ધુનધોરાજી, તા.-કાલાવાડ, જી.-જામનગર, મૂળ રહે.- સેંધવા ગામ. તા.જી.-બડવાણી, મધ્યપ્રદેશનાઓનુ પાંચ જાન્યુઆરીના રોજ વહેલી સવારે ધુનધોરાજી ખાતેથી અપહરણ કરી બોલેરોમા ભાગેલ અપહરણકારેા આણંદ જીલ્લાના વાસદ સુધી પહોંચ્યા હોવાની માહિતી ટેકનિકલ સોર્સના માધ્યમથી જણાતા આ અપહરણ કર્તા એમ પી અલીરાજપુર બાજુ જઈ રહેલ હોઈ જરોદ પીઆઈ જે.એ. બારોટે જરોદ પોલીસ સાથે રેફરલ ચોકડી ઉપર નાકાબંધી કરી વાહન ચેકીંગ કરતા આ બોલોરો ગાડીને ઉભી રખાવી તપાસ કરતા તેમા ચાર મહીલાઓ તથા પાંચ પુરૂષો બેઠેલા હતા.
તેઓની પુછપરછ કરતા અપહરણ થનાર એક મહીલાએ જણાવેલ કે,આ ચાર અપહરણકારો અમો ત્રણેયનુ પોતાની બોલોરો ગાડીમા જામનગર કાલાવાડથી અપહરણ કરીને મધ્યપ્રદેશ ખાતે લઈ જઈ રહ્યા હોવાની હકીકત જણાવતા જરોદ પોલીસ ચારેય અપહરણકારોને પોલીસ મથકે લાવી નામ પુછતા.(૧) વિક્રમભાઈ રામસિંગ દેસાઈ, રહે.- અડવાડા, તા.- આમ્બુવા, જી.-અલીરાજપુર, મધ્ય પ્રદેશ (૨) શમશેર પારમસિંગ માવી, રહે.- બડીફાટા, તા.-ભાભરા, જી.-અલીરાજપુર.(૩) ગુરુ કાદી માવી, રહે.- બડીફાટા, તા.-ભાભરા, જી.-અલીરાજપુર (૪) ગનુ રંગસિંધ માવી. રહે.- બડીફાટા, તા.- ભાભરા, જી.-અલીરાજપુર ના હોવાનું જણાવ્યુ હતુ.
તથા તેઓ પોતાની સાથે આવેલ મહીલાને તેનુ નામ પુછતા તેણે પોતાનુ નામ ગીતાબેન રાહુલભાઈ અર્જુનભાઈ ઠાકરે, રહે.- જયગુન, તા.-પાનસમય, જી.બડવાનીની હોવાનું જણાવતા આ બાબતે કાલાવાડ ગ્રામ્ય પો.સ્ટે. જાણ કરતા કાલાવાડ પોલીસને તમામ આરોપી તથા ભોગ બનનારનો કબ્જો સોપવામા આવ્યો છે.
Reporter: admin