જમીનના ભાગલા પાડવા બાબતની અદાવતે મર્ડર, જરોદ પોલીસે આરોપી પૌત્રની ઘરપકડ કરી...
જર જમીનને જોરુ હંમેશા કજીયારા છોરુ કહેવત મુજબ જમીનનો હિસ્સો લેવા માટે પૌત્રે વડોદરા જિલ્લા વાઘોડિya તાલુકાના અભરામપુરા ગામે ૯૦ વર્ષીય દાદીને માથામાં કોદાળીના ભટકા મારી ઢીમ ઢાળી દિઘુ હતુ. જરોદના અભરામપુરા ગામે પોતાના બે સંતાનોના મોત બાદ નાનાપુત્રની વહુ અને તેના દિકરા વહુ અને મોટા પુત્રના પૌત્ર સાથે રહેતા હતા. છેલ્લા એક વર્ષથી પૌત્ર કરણ પ્રવીણભાઈ ચૌહાણ જમીનના ભાગલા બાબતે પોતાના નાના ભાઈના પરીવાર અને દાદિ દરિયાબેન ગલાભાઈ ચૌહાણ (90) રહે. કુવા વાળું ફળ્યું અભરામપુરા તાલુકો વાઘોડિયા જીલ્લો વડોદરા સાથે વારંવાર ઝઘડો કરતો હતો. આજે સવારે નાનાપુત્રનો દિકરો અર્જુન પેટ્રોલપંપ પર નોકરીએ ગયો હતો. તેની માતા ઘરકામમા હતી અને પત્ની કાજલ રસોઈ બનાવવામા વ્યસ્ત હતી.
સવારે આશરે નવ વાગ્યાના આરસામા દાદિ દરીયાબેન ચૌહાણના મોટા પુત્રના પુત્ર એટલે કે પૌત્ર કરણે પોતાના હિસ્સાની જમીન આપી દેવા માટે દાદિ જોડે માથાકુટ કરી હતી. બંન્ને લડતા લડતા આંગણામા આવી ચઢ્યા હતા. તેવામા ઊશ્કેરાએલા પૌત્ર કરણે ઘરમાંથી કોદાડી લાવી આંગણામા ઊભેલી 90 વર્ષીય દાદિ દરીયાબા ના માથામા બે થી ત્રણ ફટકા મારી દેતા વૃધ્ધા જીવલેણ ફટકો સહન નહિ કરી શક્તા ઘટના સ્થળેજ લોહિ લુહાણ હાલતમા ઢળી પડતા મોતને ભેટી હતી.જોકે લોહિ તરસ્યા પૌત્રની હરકતની જાણ ઘરના તથા પડોશમા રહેતા લોકોને થતા વૃઘ્ઘાને 108 મારફતે જરોદ રેફરલ હોસ્પીટલ લાવતા હાજર તબીબે મૃત જાહેર કરી હતી.
જરોદ પોલીસને ઘટનાની જાણ થતા ગણતરીની મિનીટોમા હત્યારા પૌત્ર કરણ ચૌહાણની ઘરપકડ કરી લિઘી હતી.જરોદ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વઘુ કાર્યવાહી હાથ ધરી હતી. નાનકડા ગામમાં હત્યાનો બનાવ બનતા ગામ લોકોએ હત્યારા પૌત્ર પર તિરસ્કાર વસાવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin