News Portal...

Breaking News :

કેરિયર રિક્ષામાં બેસીને વેચાણ કરતો યાકુતપુરામાંથી ચરસના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

2025-01-06 18:37:48
કેરિયર રિક્ષામાં બેસીને વેચાણ કરતો યાકુતપુરામાંથી ચરસના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો


વડોદરા: વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં સિટી પોલીસે રેડ કરીને ચરસ વેચતા એક શખ્સને ઝડપી પાડયો હતો. 


આરોપી પાસેથી ચરસનો જથ્થો એક મોબાઈલ અને રોકડા રૂપિયા મળી રૂ.૧૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ચરસ સપ્લાય કરનાર આણંદના વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની છે.વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતો મોહમ્મદ સિદ્દીકી પાંચ જાન્યુઆરીના રોજ કેગંગનાથ મહાદેવ મંદીરની પટેલ ફળીયાના નાકાની સામે સહુરા એવન્યુના આગળ ભાગે એક રીક્ષામાં બેસી ચરસનુ વેચાણ કરે છે. તેવી બાતમી સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી. 


જેના સીટી પોલીસની ટીમે બાતમીના સ્થળ પર જઈને રેડ કરીને મોહમંદ સીદીક સાલમમીયા અરબ (રહે.યાકુતપુરા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા આરોપી ની અંગજડતી તેની પાસેથી ૧૦ ગ્રામ ચરસ, એક મોબાઈલ અને રોકડા ૧૨ હજાર મળી ૧૮ હજારનો મુદ્દા માલ કબજે કરીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સરસ આપનાર અબ્બાસ બાવા ( રહે. આણંદ ) નહીં પકડાતા તેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.. અત્રે ઉલ્લેખનીય છે કે અબ્બાસ મોહમ્મદ સિદ્દીકને છેલ્લા ઘણા સમયથી નસીલા પદાર્થ સપ્લાય કરે છે. તેમજ અન્ય જગ્યા પર પણ આપતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે જેથી પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post