વડોદરાના જાંબુવા નજીક આવેલા વુડાના મકાનોમાં ચાલતા જુગાર પર કપુરાઇ પોલીસે રેડ કરી હતી. પોલીસને જોઈને જુગારીઓમા દોડધામ મચી ગઈ હતી.
જેમાં સળ પરથી જુગાર રમતા સાત જેટલા જુગારીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારીઓની અંગ ધરતી તથા રકમ મળી લાગેલી રોકડ રકમ મળી રૂ.૧૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.વડોદરા શહેરના કપુરાઈ પોલીસની ટીમ પાંચ જાન્યુઆરીના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન જાંબુઆ પાસે આવતા સ્ટાફને બાતમી મળી હતી કે, જાંબુઆ વુડાના મકાન નજીકની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળીને પાના પત્તા વળે હારજીતનોજુગાર રમી રહયા છે.
જે બાતમીના આધારે કપુરાઈ પોલીસ સ્ટેશનના માણસોએ પોલીસે દરોડો પાડયો હતો. પોલીસની રેડના પગલે જુગારીઓમાં દોડધામ મચી સ્થળ સાત ગઈ હતી. જોકે સ્થળ પરથી સાત ખેલી કૌશિક સોલંકી,જાવેદ પઠાણ,જલક પરમાર,પ્રેમકુમાર શ્રીમાળી,સંજય પરમાર, ચંદનસિંગ બાવરી તેમજ વિનોદ રાજપૂત ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા જુગારીયાઓની અંગજડતી કરવામાં આવતા તથા દાવ પર લાગેલી રકમ મળી રૂ. ૧૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
Reporter: admin