News Portal...

Breaking News :

હાવડા- અમદાવાદ એક્સ ટ્રેનમાંથી ગાંજો મળી આવ્યો

2025-01-07 18:30:01
હાવડા- અમદાવાદ એક્સ ટ્રેનમાંથી ગાંજો મળી આવ્યો


વડોદરા : ટ્રેન નં.૧૨૮૩૪ હાવડા- અમદાવાદ એક્સ ટ્રેનમાં બેસી પોલીસ પેટ્રોલિંગ કરતા ભરૂચ તરફ રવાના થયેલ તે દરમ્યાન આ ટ્રેન સંજાલી રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ કલાક- ૧૪/૧૫ વાગ્યાના સુમારે ટ્રેનના પાછળના ભાગે રીઝર્વેશન કોચ નં.એસ/૬ તથા જનરલ કોચના વચ્ચેના ભાગે કોરીડોરમાં એક નેવી બ્લ્યુ કલરની બેગમાં ગાંજો જેના ઉપર “PRIORITY” લખેલી શંકાસ્પદ હાલતમાં પડેલી થેલો મળ્યો હતો. 


પોલીસ હેડ કોન્સ. ઉગાભાઇ હામાભાઇ, દિનેશભાઇ વલ્લભભાઇ નાઓએ થેલો શોધી કાઢેલ હતો. આ અંગેની એન.ડી.પી.એસ. એકટ હેઠળની કાર્યવાહી કરતા કુલ-૧૦.૦૨૪ કિલોગ્રામ ગાંજો કુલ કિંમત રૂા.૧,૦૦,૨૪૦તથા પેકીંગ મટીરીયલ તથા બેગની કિંમત રૂ.૫૦૦મળી કુલ કિંમત રૂા.૧,૦૦,૭૪૦ નો મુદ્દામાલ કોઇ અજાણ્યો ઇસમ પોતાના આર્થીક લાભ માટે પરપ્રાંતથી ગેરકાયદેસર રીતે આયાત કરી પોલીસમાં પકડાય જવાના ડરથી બીનવારસી હાલતમાં છોડી નાસી ગયેલ હતો. નાસી જનાર અજાણ્યા ઇસમ વિરુધ્ધ સરકાર તરફે  પ.રે.વડોદરા કેમ્પ-સુરત નાઓએ ફરીયાદ આપતા ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ-બી ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

Reporter: admin

Related Post