વડોદરા : રાજસ્થાન ખાતે આવેલા અજમેર માં હિન્દુસ્તાનના બાદશાહ અને કોમી એકતાના પ્રતીક હઝરત ખ્વાજા ગરીબ નવાજ ના 813 માં ઉર્સ પ્રસંગ અને છઠ્ઠી શરીફમાં દેશ વિદેશ થી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દુવાઓ ગુજારી હતી.
હઝરત ખવાજા ગરીબ નવાજ ના 813 માં ઉર્સ પ્રસંગ તેમજ છઠ્ઠી શરીફ નું મહત્વ વધુ હોવાથી સમગ્ર દેશભરમાંથી ભાવિક ભક્તો ઉસૅ છઠ્ઠી શરીફ માં હાજરી આપવા લાખો ની સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે દેશના ખૂણે ખૂણે સહિત ગુજરાત ભરના વડોદરા સુરત અમદાવાદ ડભોઇ છોટાઉદેપુર વલસાડ વાપી રાજકોટ ભરૂચ મહેસાણા વિગેરે શહેરોમાંથી ઉસે પ્રસંગ અને છઠ્ઠી શરીફમાં પણ લાખો શ્રદ્ધાળુઓએ એ હાજરી આપી ફુલ ચાદર ચઢાવી હતી.
અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુવાઓ ગુજારવામાં આવી હતી. જ્યારે કે આ પ્રસંગે હજરત ખ્વાજા ગરીબ નવાજ દરગાહ ખાતે ઉસૅ પ્રસંગ અને છઠ્ઠી શરીફ પ્રસંગે દેશ વિદેશ ભારતનું નામ રોશન રહે અને ભાઈચારો અને કોમી એકતા ના દર્શન થાય તેમજ ભારત દેશ પ્રગતિ કરે દેશમાં અમન ચમન રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી.
Reporter: admin