News Portal...

Breaking News :

સિંઘુ ખીણની લિપિ સમજનારાને 10 લાખ ડોલરનું ઈનામ મળશે

2025-01-08 18:36:00
સિંઘુ ખીણની લિપિ સમજનારાને 10 લાખ ડોલરનું ઈનામ મળશે


તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સિંઘુ ખીણની લિપિ સમજનારાને 10 લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. 


પુરાતત્વ વિભાગ અને વૈજ્ઞાનિકો પણ આ લિપિનો કોયડો ઉકેલવામાં નિષ્ફળ રહેતાં આ જાહેરાત કરવામાં આવી છે.વિશ્વને લગભગ 100 વર્ષ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે પહેલીવાર ખબર પડી હતી. એક અંગ્રેજ સંશોધકે આ શોધ કરી હતી. તે જે શહેરમાંથી મળી આવી હતી તેનું નામ હડપ્પા હોવાથી તેને હડપ્પન સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો નક્કી કરી શકાયો ન હોવાથી, ઘણા ઇતિહાસકારો તેને વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ માને છે. 


ઇજિપ્ત અને મેસોપોટેમિયા કરતાં પણ જૂનો લગભગ ચાર હજાર વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે.સિંઘુ લિપિને વાંચી તેનું અર્થઘટન કરનારાને ઈનામ આપવાની જાહેરાત કરનાર સ્ટાલિન એકલા જ નથી. છેલ્લા 20થી વધુ વર્ષથી આ લિપિને ઉકેલનારા માટે ઘણા ઈનામોની જાહેરાત થઈ ચૂકી છે. ઈતિહાસકાર સ્ટીવ ફાર્મરે કહ્યું હતું કે જે કોઈ આ લિપિના 50 અક્ષરો પણ વાંચશે તેને દસ હજાર ડોલરની રકમ આપવામાં આવશે.સિંઘુ લિપિને વાંચી તેનું અર્થઘટન કરનારાને ઈનામ આપવાની જાહેરાત કરનાર સ્ટાલિન એકલા જ નથી. છેલ્લા 20થી વધુ વર્ષથી આ લિપિને ઉકેલનારા માટે ઘણા ઈનામોની જાહેરાત થઈ ચૂકી છે. ઈતિહાસકાર સ્ટીવ ફાર્મરે કહ્યું હતું કે જે કોઈ આ લિપિના 50 અક્ષરો પણ વાંચશે તેને દસ હજાર ડોલરની રકમ આપવામાં આવશે.

Reporter: admin

Related Post