વડોદરા: કોરોના કાળ વખતે માણેજા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા પરિવારની માસુમ અને ધો. ૭માં ભણતી કિશોરી ટ્યુશન જાય ત્યારે અવારનવાર પડોશી નરાધમ યુવક ઘરમાં ખેંચીને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવા આપવાના બહાને બેડરૂમમાં લઈ જઈ કિશોરીના કપડા ઉતારી નાખતો હતો.
ત્યારબાદ શરીર પર ઠેકઠેકાણે તથા ગુપ્તાંગ પર હાથ ફેરવી ચાટતો હતો અને તારે ઢીલા કપડાં પહેરવા. જેથી મને સગવડ રહે તેમ કહેતો. આ સિલસિલો ૨૦૧૯ના એપ્રિલ માસથી ૨૦૨૦ ઓક્ટોબર સુધી ચાલતો રહ્યો હતો ત્યારે મહિલા શિક્ષિકા, ગુડ ટચ બેડ ટચ અંગેહેવાનનો વારંવાર શિકાર બનતી કિશોરીએ ‘ગુડટચ, બેડટચ’ વિશે સમજાવતી ટ્યુશન શિક્ષિકા સમક્ષ આપવી જણાવતા નરાધમે લખી આપેલા માફી પત્રના આધારે ફરિયાદ થઈ હતી.
સગીરાની પૂછતાછ કરતા સમગ્ર હકીકતનો પર્દાફાશ થયા બાદ મકરપુરા પોલીસે ફરીયાદ નોંધી પોકસો સહિત અન્ય કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી હોવાનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ એપીપી પી.સી.પટેલ અને બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ જજ (પોકસો) અનેત્રીજા એડિશનલ સેશન્સ જજ માધુરી ધ્રુવકુમાર પાંડેયની અદાલતે આરોપીને પોકસો સહિત અન્ય કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારી તકસીરવાન ઠરેલા આરોપી ગુનેગાર પરપ્રાંતિય રજનીકાંત ભીમચંદ્ર મહાતો (ત્રીજો માળ, ઇન્દ્રલોક એપા., માણેજા, મૂળ રહે પશ્ચિમ બંગાળ)ને આજીવન કેદની સજા સહિત રૂપિયા ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
Reporter: admin