ભરૂચ: રેલ્વે પોલીસ સ્ટેશન નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ભરૂચ રેલ્વે સ્ટેશન તા.૦૮/૦૧/૨૦૨૫ ના રોજ ક.૨૦/૩૦ વાગે પ્લે.નં ૨/૩ ઉપર પેટ્રોલીંગમાં હાજર હતા
તે દરમ્યાન એક બાળકી મળી આવેલ હોય જેને પોલીસ સ્ટેશન લાવી તેણીને આશ્વાસન આપી વિશ્વાસમાં લઇ તેઓના વાલી-વારસો બાબતે પુછપરછ કરતા પોતે પોતાનું નામ ઉ.વ.૧૫ મુળ રહે.ગામ-મંડી ગુડ ફતેપુર સિકરી તા.કિરાવલી જિ.આગ્રા યુ.પી. હાલ રહે. અલકુવા સોડાપાડા (મહારાષ્ટ્ર) વાળી હોવાનું જણાવે છે વધુમાં પુછપરછ કરતા તેણીને પોતાના માતા પિતા લગ્ન કરાવવા માંગતા હોય જેથી પોતે હાલ લગ્ન કરવા માગતી ન હોય
જેથી ઘરે કોઇને કહ્યા વગર નીકળી આવેલ હોવાનું જણાવેલ અને તેણીને સમજાવી વાલી-વારસોનો સંપર્ક કરી સદર બાળકીને તેઓના માતા-પિતા નાઓને ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂમાં બોલાવી વિગતવારનું નિવેદન લઇ આધાર પુરાવા સાથે સદર બાળકી તેના માતા- પિતા સાથે જવા રાજી હોય તેણીનો કબ્જો તેના માતા-પિતાને સોપવામાં આવેલ છે.
Reporter: admin