આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા નિયામક, આયુષ કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત, જિલ્લા વિકાસ અધિકારી, વડોદરા દ્વારા પ્રેરિત જિલ્લા આયુર્વેદ અધિકારી વડોદરા દ્વારા માર્ગદર્શિત મફત આયુર્વેદ અને હોમિયોપથી નિદાન સારવાર કેમ્પ તેમજ વિવિધ આરોગ્ય લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. .
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી સારવાર અને યોગ સહિતની જીવનશૈલીથી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું અભિયાન સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે. ત્યારે પ્રાકૃતિક ખેતી, આર્યુવેદ પદ્ધતિ અને પોષણયુક્ત ખોરાક સાથે વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ આપી લોકોનું જીવન સ્વસ્થ રહે તે માટે વિવિધ કાર્યક્રમો અને જનજાગૃતિ સાથે વડોદરા જિલ્લાના પોર ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં આયુર્વેદિક તથા હોમિયોપેથી નિશુલ્ક સારવાર આપવામાં આવી હતી. જેમાં પાંચનતંત્રના રોગ, શ્વસનતંત્રના રોગ,ચામડીના રોગો ,સ્ત્રી રોગો સાંધાના રોગો ,જીવન શૈલીજન્ય રોગોની સારવાર કરવામાં આવી હતી. આ ઉપરાંત સાંધાના દુખાવા માટે આયુર્વેદિક તેલ અને દવાઓ ,પગના વાઢીયા માટેના મલમ, આયુર્વેદિક દંતમંજન, ડાયાબિટીસની દવાઓ ,બાળકોના પોષણ માટે આયુર્વેદિક દવાઓ તથા વાળની વિવિધ તકલીફો માટે પણ દવાઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ મેળામાં આયુર્વેદિક નિષ્ણાત દ્વારા કમર, સાંધા, ગોઠણ મણકા અને સ્નાયુના દુખાવામાં તાત્કાલિક રાહત આપતી અગ્નિ કર્મ ચિકિત્સા આપવામાં આવી હતી .જ્યારે યોગ નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ યોગ પ્રદર્શન કર્યું હતું. આપણા રોજિંદા જીવનમાં દિનચર્યા મુજબ ઋતુચર્યાં ચાર્ટ પ્રમાણે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આહારવિહાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પંચકર્મ લાઈવ ડેમોસ્ટ્રેશન આરોગ્ય સંબંધિત પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આયુર્વેદિક ગ્રંથો પુસ્તકનું પ્રદર્શન તથા રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાની ઔષધી વિતરણ સ્વાસ્થ્ય પીણું જ્યુસ વિતરણ અને આહાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં અંદાજે ૪૦૦ થી વધુ વ્યક્તિઓએ લાભ લીધો હતો.આ પ્રસંગે મુખ્ય અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા,કરજણ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર,જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન નિલેશભાઈ પુરાણી, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોઓ તેમજ અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતાં
Reporter: admin