લોસ એન્જલસ: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસના જંગલોમાં લાગેલી વિકરાળ આગ હોલીવુડ સુધી પહોંચી ગઈ છે.
મંગળવારે લાગેલી આગથી 3 દિવસમાં અત્યાર સુધીમાં 4,856 હેક્ટર વિસ્તારને અસર થઈ છે. આગમાં લગભગ 1100 ઈમારતો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે અને 28 હજાર ઘરોને નુકસાન થયું છે. આગને કારણે, લોસ એન્જલસ (LA)ના બ્રેટનવુડ વિસ્તારમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ઘરને ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે. LAએ અમેરિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં 1 કરોડથી વધુ લોકો રહે છે.આગથી LA શહેરના પોશ વિસ્તાર પૌલિસેડેસમાં ઘણા હોલીવુડ સ્ટાર્સના બંગલાઓ પણ બળીને ખાખ થઈ ગયા છે. પેરિસ હિલ્ટન, સ્ટીવન સ્પીલબર્ગ, મેન્ડી મૂર, એશ્ટન કુચર સહિત ઘણા હોલીવુડ સ્ટાર્સના ઘર બળીને રાખ થઈ ગયા છે.
ઘણી સેલિબ્રિટીઓએ પોતાનું ઘર છોડવું પડ્યું છે.કેલિફોર્નિયામાં જે રીતે આગ ફેલાઈ રહી છે તેમાં હોલીવુડની હિલ્સ પર અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઓળખ 'હોલીવુડ બોર્ડ' સળગી જવાના જોખમમાં છે. ખરેખર, LAમાં હોલીવુડ નામની એક જગ્યા છે, અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું નામ તેના નામ પરથી રાખવામાં આવ્યું છે.જંગલમાં ફેલાયેલી આગને કારણે 5 લોકોના મોત થયા છે. લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ, લગભગ 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. તંત્રએ શહેરમાં ઈમરજન્સી જાહેર કરી છે.કેલિફોર્નિયામાં લાગેલી આગ પર હેલિકોપ્ટર અને પ્લેનથી કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ભારે પવન અને તેની બદલાતી દિશાને કારણે આગ અલગ-અલગ જગ્યાએ ફેલાઈ રહી છે. આગ બુઝાવવા માટે લગભગ 400 ફાયર ફાઈટર તહેનાત કરવામાં આવ્યા છે.રેસ્ક્યુ ટીમ હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે. સ્કૂલો, કમ્યુનિટી સેન્ટર અને અન્ય સુરક્ષિત સ્થળોને ઈમરજન્સી શેલ્ટર બનાવી દેવામાં આવ્યા છે.
Reporter: