ડભોઇ: પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના જથ્થાનો વેપાર કરવા ટાંપ મારીને બેઠેલા લાલચુઓ ડભોઈ મા સ્થાનિક પોલીસ અને જીલ્લા એસ.ઓ.જી.ની ટીમો એ પ્રતિબંધીત ઘાતક ચાઇનીઝ દોરી ના જથ્થા સાથે જુદાજુદા ઈસમો ને ઝડપી પાડી અત્યાર સુધી ત્રણ કેસ કરી કાયદેસર ની કાર્યવાહી કરી છે.
હજુ પણ ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ડભોઈ અને આજુબાજુના વિસ્તારોમા છુપાવેલ છે.તેવા લાલચુઓ વધુ નફો રળી લેવા અને જાહેરનામુ હોવા છતા પણ પોલીસ ની નજર ચુકવીને મોકો જોઈ વેપાર કરી લેવાની ફિરાક મા જ હોવાનુ જાણવા મળેલ છે.ત્યારે લોકોના જીવનને ગંભીર નુક્શાન કરનારા આવા તત્વોને ઝેર કરવા જરુરી હોય પોલીસે પણ કામગીરી માટે કમરકસી છે. ડભોઇના ધર્મપુરી ગામ પાસેથી એકટીવા સ્કુટર પર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નો જથ્થો લઈ જતો ઈષમ થોડા દિવસ અગાઉ ડભોઈ પોલીસ ના હાથે ઝડપાઈ ગયો હતો.
જે બાદ મા જીલ્લા એસઓજી ની ટીમે વેગા પાસે થી ચાઈનીઝ દોરી નો વેપાર કરતા એક ઈષમ ને 30 ફીરકા સાથે ઝડપી પાડ્યો હતો.જે બાદ એસ.ઓ.જી.ની ટીમે રેલ્વે સ્ટેશન સામે ના વિસ્તાર માથી બીજા ઈસમને પણ ચાઈનીઝ ફીરકા નંગ-60 સાથે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ.પોલીસની કામગીરીને કારણે પ્રતિબંધિત અને ઘાતક માનવ જીવન ને ભયંકર નુક્શાન કરનારી ચાઈનીઝ દોરી ના જથ્થા ઝડપી પાડતા પતંગ બજારમા ચાઈનીઝ રીલો નુ વેચાણ કરનારા તત્વોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.ત્યારેહવે જથ્થા બંધ ચાઈનીઝ દોરીના ફીરકાઓ નગરમા વેપાર કરનારા ઈસમોએ છુપાવેલા હોવાથી પોલીસ ની પકડ ઢીલી પડે તેની રાહ જોઈ માલ નો નિકાલ કરવાની વેતરણ કરી રહ્યા છે,ત્યારે ડભોઈ પોલીસસહીત જીલ્લા એસ.ઓ.જી. ની ટીમો આવા તકવાદી ગુંહાખોરીનુ કૃત્ય કરનારા ઈસમો પર બાઝ નઝર રાખી સફળ કામગીરી ની આશા સેવી રહી છે.જેથી ઉતરાયણ સુધી મા ચાઇનીઝ રીલો વેચતા બોગસ ઈશમો પોલીસ ની રડાર મા આવે તો નવાઈ નહી.
Reporter: admin