ડભોઇ : ડભોઇના પણસોલી ગામ પાસે ચાલકનો સ્ટેરીંગ પર કાબૂ ન રહેતા રીક્ષાએ પલ્ટી મારી હતી. આ ઘટનામાં રીક્ષામાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી

ગંભીર ઇજા ગ્રસ્તોને દવાખાને ખસેડાયા હતા રિક્ષાને ભારે નુક્સાન થવા પામ્યું હતું.રીક્ષા ચાલક ડભોઈ તાલુકાના પુડા ગામનો હોવાનું માલૂમ પડ્યું હતું. મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના પંણસોલી ગામ પાસે રિક્ષા નંબર G J06 BW6977 ના ચાલક થી એકાએક સ્ટેરીંગ પરના કાબુ ગુમાવી દેતા રિક્ષા ત્રણ પલટી ખાઈ ગઈ હતી

જેમાં બેઠેલા મુસાફરો પૈકીના ડ્રાઇવર સહિત ચાર જણા થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા દીક્ષા ચાલક તાલુકાના પુડા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું રીક્ષા અચાનક કેવી રીતના પલટી મારી એ જાણવા મળ્યું નથી.


Reporter: admin