દિલ્હી : IAS અને IPS અધિકારીઓના બાળકોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SCઅનેST) અનામતનો લાભ ન આપવાની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ હતી.
અરજી પર સુનાવણી હાથ શરૂ કરતી વખતે કોર્ટે તેના પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે, અનામત કોને આપવું જોઈએ અને તેમાંથી કોને બાકાત કરવા જોઈએ, તેનો નિર્ણય કરવાનું કામ સંસદનું છે. આ મામલે કોર્ટ કોઈપણ નિર્ણય ન લઈ શકે. કોર્ટે કહ્યું કે, આ મામલે કાયદો લાવો જરૂરી છે, તેથી આ મુદ્દે સંસદે નિર્ણય લઈ શકે છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના ઓગસ્ટ- 2024ના અભિપ્રાયને આધાર તરીકે જોડવામાં આવ્યો તો કોર્ટે તેનો પણ સ્પષ્ટ જવાબ આપ્યો છે.ન્યાયાધીશ બી.આર.ગવઈએ કહ્યું કે, ‘અમારા તરફથી કોઈપણ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી.
સાત ન્યાયાધીશોની બેંચમાંથી એક ન્યાયાધીશે આવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને તેને બે અન્ય ન્યાયાધીશોએ પણ સમર્થન આપ્યું હતું. તે કિસ્સામાં કોર્ટનો સર્વસંમતિથી નિર્ણય હતો કે, એસસી અને એસટી ક્વોટામાં પેટા વર્ગીકરણ હોવું જોઈએ.આ મુજબ દલિત અને આદિવાસી ક્વોટા હેઠળ જે લોકો આઈએએસ અથવા આઈપીએસ છે, તેમના બાળકોને અનામતના દાયરામાંથી બહાર કરવા જોઈએ. તેમના સ્થાને જે લોકો મુખ્ય ધારામાં આવી શક્યા નથી અને વંચિત છે, તેઓને આ જ કેટેગરીમાં તક મળવી જોઈએ.આ જાહેર હિતની અરજી દાખલ કરનાર સંતોષ માલવીયાએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના બાળકોને એસસી અને એસટી ક્વોટામાંથી અનામતનો લાભ ન મળવો જોઈએ. આ પહેલા મધ્ય પ્રદેશ કોર્ટે તેમની અરજી રદ કરી દીધી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટે પણ અરજી રદ કરી દીધી છે. માલવીયાએ એમપીની કોર્ટમાં અરજી કરી ત્યારે કોર્ટે કહ્યું હતું કે, આ મુદ્દે તમારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી જ
Reporter: admin