News Portal...

Breaking News :

મારી યોજના પોર્ટલમાં ૧ લાખથી વધુ ગુજરાતના નાગરિકોએ પોર્ટલની મુલાકાત લીધી

2025-01-09 14:23:30
મારી યોજના પોર્ટલમાં ૧ લાખથી વધુ ગુજરાતના નાગરિકોએ પોર્ટલની મુલાકાત લીધી


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અનેક નવતર પહેલ થકી સરકારી યોજનાના લાભો નાગરિકોના ઘર સુધી પહોચાડ્યા છે. તે પહેલના ભાગરૂપે ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શી,સરળતાથી અને ઝડપથી મળી રહે તેવા હેતુસર 'મારી યોજના' પોર્ટલ કાર્યરત કરવામાં આવી છે.


ગુજરાતના પ્રત્યેક નાગરિકોને એક જ સ્થળે તમામ સરકારની યોજનાની માહિતી મળી રહે તે માટે ગુજરાત સરકારે એક નવતર પહેલ કરી છે. જેમાં સરકારે લોન્ચ કરેલ મારી યોજના પોર્ટલ નાગરિકોને મદદરૂપ સાબિત થશે. આ પોર્ટલ ઉપર ૬૮૦ થી વધુ સરકારી યોજનાઓની તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજ્યમાં નવી ટેકનોલોજી સાથે જનહિતલક્ષી સેવાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી મારી યોજન પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.મારી યોજના પોર્ટલ પર તમામ સરકારી યોજનાઓમાં નાગરિકો માટે તમામ માહિતી જેમ કે શિક્ષણ, આરોગ્ય,રોજગાર જેવી વિવિધ અરજી પ્રક્રિયા વિગતવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.પોર્ટલમાં નાગરિકો મલ્ટિપલ પર્સનલાઇઝ્ડ ક્રાઇટેરિયા એટલે કે વિવિધ વ્યકિતગત માપદંડોના આધારે પોતાને ઉપયોગી માહિતી સરળતાથી શોધી શકે છે. ગુજરાતના છેવાડાના નાગરિકોની સુલભતા માટે મારી યોજના પોર્ટલ પર ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે. જે નાગરિકો ઓછું ભણેલ છે તે પણ આ પોર્ટલનો સરળતાથી ઉપયોગ કરીને માહિતી મેળવી શકે છે.


ગુજરાત સરકારના સુશાસન દિવસની ઉજવણીમાં તા.૨૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ મારી યોજના પોર્ટલ નાગરિકોની સુવિધા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પોર્ટલમાં ૧ લાખથી વધુ ગુજરાતના નાગરિકોએ પોર્ટલની મુલાકાત લીધી છે. મારી યોજના પોર્ટલ પર વિભાગ પ્રમાણે યોજનાઓ ઉપલબ્ધ છે.જેમાં સમાજ કલ્યાણ વિભાગ,શિક્ષણ,રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ,ખેતી વિભાગ,શ્રમયોગી કલ્યાણ અને રોજગાર વિભાગની તમામ સુવિધાઓ નાગરિકોને ડિજીટલ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ કરવામાં આવી છે.મારી યોજના પોર્ટલના નાગરિકોને મળતા લાભ જોઈએ તો નાગરિકોને એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાઓની તમામ માહિતી મળી રહે છે. કોઈપણ સરકારી યોજનાઓનો લાભ મળેવવા માટે અરજીની પ્રક્રિયા 'મારી યોજના' પોર્ટલથી સરળ બની છે. રાજયના છેવાડાના નાગરિકો કોઈપણ સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર,તેમનો સમય બચાવીને ઘરેબેઠા સરકારી યોજનાઓની માહિતી મેળવી શકે છે. આ ડિજિટલ યુગમાં સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધવાનું કામ મારી યોજના પોર્ટલ થકી થઈ રહ્યું છે.મહત્વનું છે કે,મારી યોજના પોર્ટલમાં યોજનાઓ,સેવાઓ,પ્રમાણપત્ર,શબ્દ લખી યોજના શોધો,વ્યક્તિગત યોજના શોધો,સેક્ટર પ્રમાણે યોજના શોધો,વિભાગવાર યોજના શોધો,ચિત્રો પ્રમાણે યોજના શોધો,કેટેગરી પ્રમાણે યોજના,વિસ્તાર પ્રમાણે યોજના,લાભાર્થી પ્રમાણે યોજના,સહાયના પ્રકાર પ્રમાણે યોજના શોધો,માલિકી યોજના,ફોર્મ,જી.આર/આદેશ સાથે તમામ વિભાગની વેબસાઈટ આ પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post