વડોદરા : વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિવાદીત વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ તેમને કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી. તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાની વિગતો હાલ સાંપડી રહી છે.
વીસીની લાયકાત અંગે યુનિ.ના પ્રોફેસર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી હતી. યુનિ.ના વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપી દીધું છે. આ વાત કોર્ટમાં સુનવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજુ કરવામાં આવી હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.
ઘટનાને પગલે યુનિ.નું હિત ઇચ્છતી લોબીમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને વીસીની જાહુકમીનો અંત નજર આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુનિ.ના વીસીનો કાર્યકાળ ફેબ્રુઆરી - 2025 માં પૂર્ણ થવાનો હતો.
Reporter: admin