News Portal...

Breaking News :

શહેર-જિલ્લામાં માર્ગ અકસ્માતના દસ બનાવમાં એકનું મોતઃ ૧૧ વ્યક્તિને ઈજા

2025-01-08 17:29:55
શહેર-જિલ્લામાં માર્ગ અકસ્માતના દસ બનાવમાં એકનું મોતઃ ૧૧ વ્યક્તિને ઈજા


વડોદરા : શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતના ૧૦ બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બે મહિલા સહિત ૧૧ વ્યક્તિને ઇજા પહોંચી હતી. 


અકસ્માતના પ્રથમ બનાવની મળતી માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના માડોધર ગામની નવી વસાહતમાં રહેતા ગોવિંદ ભીલાલા પોતાનું બાઈક લઈને ગામની આશ્રય સોસાયટી પાસેથી પસાર થતા હતા ત્યારે ચાલતા જઈ રહેલા મોહન માનકરને ટક્કર મારી દેતા તેમને ગંભીર ઈજા પહોંચી હોવાથી મોત નીપજ્યું હતું. અકસ્માતના બીજા બનાવની મળતી માહિતી મુજબ વાઘોડિયા રણછોડજી ફળિયામાં રહેતા ૩૮ વર્ષના જંબુ રાઠવાના બાઈકને વિટકોસ બસે આમોદર પાસે ટક્કર મારી દેતા ઇજા પહોંચવી હતી.અકસ્માતના ત્રીજા બનાવની મળતી માહિતી અનુસાર પદમલા જૈન તીર્થધામ કૃષ્ણધામમાં રહેતા ૬૦ વર્ષના પ્રવીણ સુથાર બાઈક પરથી પડી ગયા હતા.અકસ્માતના ચોથા બનાવની મળતી માહિતી અનુસાર વાઘોડિયા તાલુકાના રાવલ ગામના જૂના ફળિયામાં રહેતા ૨૬ વર્ષના વિજય રમેશ વસાવા ગત સાંજે ૪:૦૦ વાગ્યે રામ તલાવડી ગામેથી આજવા રોડ તરફ આવી રહ્યા હતા. ત્યારે તેમના બાઈકને અજાણ્યા ટેમ્પા ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતના પાંચમા બનાવની મળતી માહિતી અનુસાર નવાપુરા આરવી દેસાઈ રોડ ડ પર રહેતા ૩૪ વર્ષના સંજય ચૌધરીનું બાઈક નવાપુરા પોલીસ સ્ટેશન પાસે સ્લીપ થયું હતું.અકસ્માતના છઠ્ઠા બનાવની મળતી માહિતી અનુસાર મકરપુરા અયોધ્યા ટાઉનશીપ માં રહેતા ૪૬ વર્ષનો અભયનંદન શ્રીમુક્તેસ્વર તિવારી ગત સાંજે ૮:૦૦ વાગ્યે વાઘોડિયા બ્રિજ પરથી પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદથી સુરત જતા અજાણ્યા વાહન ના ચાલકે ચક્કર મારી દેતા તેમને આને પવનકુમાર સ્વામીનાથન તિવારીને ગંભીર ઈજા પહોંચી હતી.


અકસ્માતના સાતમા બનાવની મળતી માહિતી અનુસાર પરિવાર ચાર રસ્તા રાજદીપ સોસાયટીમાં રહેતા ઉમેટા નજીક રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતા આઠ વ્યક્તિને ઈજા પહોંચી હતી. અકસ્માતના બનાવની મળતી માહિતી મુજબ શહેર નજીકના ઉમેટા આકલાવવાળા રોડ પર વહેલી સવારે રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં ચાર વ્યક્તિને ઈજા પહોંચી હોવાથી સારવાર માટે ૧૦૮ દ્વારા સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યારે બીજા ચાર દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા આવવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્ત પૈકી એની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.ભરૂચ જિલ્લાના ભાલેજ નજીક ૩૦ મી તારીખે રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નીપજ્યું હતું. મળતી વિગત અનુસાર ભરૂચ જિલ્લાના ભાલેજ ગામના ૫૫ વર્ષના રાવજી ધના ઠાકોર ત્રિસમી તારીખે સાંજે ૦૫:૨૦ કલાકે પોતાનું વાહન લઈને નીકળ્યા હતા ત્યારે માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બેહોશ બની જતા તેમને પ્રથમ ભરૂચ અને ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.પંચમહાલ જિલ્લાના ઘોઘંબા નજીક અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક ચાલકનું મોત નીપજયું હતું. પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર જિલ્લાના કા ભાઈ ગામના દુકાન ફળિયામાં રહેતા ૨૦ વર્ષના અજય કમળ રાઠવા ત્રીજી તારીખે રાત્રે બે વાગ્યે પોતાનું બાઈક લઈને ઘોઘંબા પાસેથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી હતી. તેમને પ્રથમ છોટાઉદેપુર અને ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.કારની ટક્કર વાગી હતી તેને કારણે ઝઘડો થતાં ચાલક યોગેશભાઈએ બચકું ભર્યું હતું. ઉર્મિલાબેન ને સારવાર માટે તેમના પતિ સયાજી હોસ્પિટલમાં લાવ્યા હતા.વર્ષના અરુણાબેન રબારીનું એક્ટીવા સોના તળાવ ચાર રસ્તા પાસે સ્લીપ થયું હતું અસ્માતના આઠમા બનાવની મળતી માહિતી અનુસાર વાઘોડિયા ચેક પોસ્ટ નજીક ફૂટપાથ પર રહેતી ૨૫ વર્ષની અજાણી યુવતીને અજાણ્યા વાહને ટક્કર મારી દેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. અકસ્માતના નવમા બનાવની મળતી માહિતી અનુસાર વડોદરા તાલુકાના સાકરિયાપુરા ગામના મસાણી માતાના મંદિર ફળિયામાં રહેતા ૨૮ વર્ષના ઉર્મિલાબેન મેલસીગભાઇ કોટવાલને ગત બપોરે ૪:૦૦ વાગ્યે રેલવે ફાટક પાસે ઈકોઅકસ્માતના દસમાં બનાવની મળતી માહિતી અનુસાર ડભોઇ તાલુકાના કડાદરા ગામના રોડ ફળિયામાં રહેતા ૩૦ વર્ષના કિશન સોમા વસાવા ગતરોજ રાત્રે ૧૧ ૪૫ કલાકે પોતાનું બાઈક લઈને કપુરાઈ નજીક રતનપુર ગામના રત્ન એવન્યુ પાસેથી પસાર થતા હતા ત્યારે રાહુલ નટુ વસાવા ઉમર ૩૦ ના એક્ટીવા સાથે બાઈક અથડાતા બંનેને બીજા પહોંચી હતી.

Reporter: admin

Related Post