News Portal...

Breaking News :

નાગપુરમાં દેવામાં ડૂબેલા નિઃ સંતાન પતિ-પત્નીએ લગ્નની તારીખે જ આત્મહત્યા કરી

2025-01-08 17:25:35
નાગપુરમાં દેવામાં ડૂબેલા નિઃ સંતાન પતિ-પત્નીએ લગ્નની તારીખે જ આત્મહત્યા કરી


નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં દેવામાં ડૂબેલા પતિ-પત્નીએ બંનેએ ફાંસી લગાવી દીધી હતી. બંનેને કોઈ સંતાન ન હતું. 


આ કપલે પોતાના જીવનનો અંત લાવવા માટે એ જ તારીખ પસંદ કરી જે દિવસે તેમના લગ્ન થયા હતા. પતિ-પત્નીએ લગ્નના જ કપડાં પહેરીને મોતને વહાલું કરી લીધું છે. આ કાળજુ કંપાવનારી ઘટના સોમવારે માર્ટિનનગર વિસ્તારમાં બની હતી. આત્મહત્યા કરનાર દંપતીના નામ જેરીલ ઉર્ફે ટોની ઓસ્કર મોનક્રીપ (ઉંમર 54) અને એની જેરીલ મોનક્રીપ (ઉંમર 45) છે. આ દંપતિએ આત્મહત્યા કરતાં પહેલાં વોટ્સએપ સ્ટેટસ પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે આત્મહત્યા પાછળનું કારણ જણાવ્યું હતું.આ મામલે પોલીસે જણાવ્યું કે, જેરીલ અને એની મૈત્રી પૂર્ણ દંપતિ હતા. 



જેરીલ એક હોટલમાં શેફ તરીકે કામ કરતો હતો અને તેમના પત્ની હાઉસ વાઇફ હતા. તેમના દિલમાં દુઃખ એ વાતનું હતું કે લગ્નના 25 વર્ષ પછી પણ તેમને કોઈ સંતાન નહોતું. તેનું જીવન સરળ રીતે ચાલી રહ્યું હતું. તેઓ પોતાને ખુશ રાખવાના તમામ પ્રયાસ કરતા હતા. આ વચ્ચે જેરીલે પોતાની નોકરી ગુમાવી દીધી. જલ્દી નોકરી મળી જશે તેવી આશામાં તેઓ જીવી રહ્યા હતા અને લોન લઈને પરિવારની જરૂરિયાતો પૂરી કરતો હતો.બંનેએ આત્મહત્યા કરતાં પહેલા લગ્નની એનિવર્સરી મનાવી હતી. સાંજે બંને ફરવા માટે બહાર નીકળ્યા હતા. તેણે આ ખુશીની ક્ષણને કેમેરામાં કેદ કરી હતી. આ ખુશીની ક્ષણ સંબંધીઓ સાથે શેર પણ કરી હતી. રાત્રે તેઓએ લગ્નના કપડાં પહેર્યા અને પછી સાથે આત્મહત્યા કરી લીધી.

Reporter: admin

Related Post