વડોદરા : શહેરના ગોરવા વિસ્તારને બાપુની દરગાહ તથા મધુ નગર બ્રિજ વિસ્તારમાં આવેલ કાચા પાકા ગેરકાયદેસર દબાણોનો દબાણ શાખાની ટીમે સફાયો બોલાવ્યો હતો.

વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોય જે દબાણો દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ની ટીમ એક્શન માં આવી છે. જેથી તબક્કા વાર વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

ત્યારે આજે દબાણ શાખા ને કેમ ગોરવા વિસ્તારમાં આવેલ બાપુની દરગાહ તથા મધુ નગર બ્રિજ પાસેના ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવા માટે પોલીસ પ્રોટેક્શન સાથેની ટીમ ગોરવા વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં ગેરકાયદે થયેલા દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે દબાણ શાખાની ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ તેઓને સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટેની નોટિસ પણ આપવામાં આવી હતી.







Reporter: admin