News Portal...

Breaking News :

વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોની જગ્યાઓ માટે રાજય સરકારના ધોરણે ૧૦- ૨૦-૩૦નું ઉચ્ચતર પગાર ધોરણ આ

2025-01-08 17:47:48
વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોની જગ્યાઓ માટે રાજય સરકારના ધોરણે ૧૦- ૨૦-૩૦નું ઉચ્ચતર પગાર ધોરણ આ


વડોદરા: મહાપાલિકામાં ફરજ બજાવતા વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી તથા સરકારની રહેમ રાહે નીતિ હેઠળ તા. ૦૧– ૦૧-૨૦૧૬ કે ત્યારબાદ નિમણૂક પામેલ ફિકસ પગારથી અજમાયશી ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓને તા.૧૩-૦૧-૨૦૨૦થી અમલીકૃત ૧૨- ૨૪ ઉચ્ચતર પગાર ધોરણની યોજનાને બદલે રાજય સરકારના ધોરણે ૧૦- ૨૦-૩૦નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.


પાલિકામાં બઢતીની મર્યાદીત તકોનો પ્રશ્ન હલ કરવા માટે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા ૯-૧૮- ર૭ની યોજના તા.૧૨-૦૧-૧૯૯૩થી મંજૂરી મળતા તદ્દઅનુસાર અન્ય પરિપત્રથી અમલીકૃત છે. રાજય સરકારના નાણાં વિભાગના ઠરાવ અન્વયે તા.૦૧-૦૧-૨૦૧૬ કે ત્યારબાદ નિમણૂક પામેલા ફિકસ પગારથીહાલ અમલી૧૨-૧૪ ઉચ્ચત્તર પગારના બદલે નાણા વિભાગના પરિપત્ર મુજબ૧૦-૨૦-૩૦નુંઉચ્ચત્તર પગાર ધોરણ લાગુથશે!અજમાયશી ધોરણે ફરજ બજાવતા વર્ગ- ૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી તથા સરકારની રહેમ રાહે નીતિ હેઠળના કર્મચારીઓને મળેલ મંજૂરી અનુસાર ઉચ્ચતર પગાર ધોરણ લાગુ કરવામાં આવેલ છે.


સરકારી કર્મચારીઓ માટે ૧૨-૨૪ ઉ.૫ ધોરણેને બદલે ૧૦-૨૦-૩૦ ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના લાગુ કરવામાં આવેલ છે. પાલિકામાં હાલમાં ૧૨-૨૪ ઉચ્ચતર પગાર ધોરણ યોજનામાં સમાવિષ્ટ કર્મચારીઓને ૧૦-૨૦-૩૦ ઉચ્ચતર પગાર ધોરણની નીતિ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓને અસંતોષ દૂર થઇ તેઓ પ્રોત્સાહિત થાય તેથી તે મુજબ અમારી ભલામણ છે. નીતિ લાગુ કરવાથી ઉચ્ચતર પગાર ધોરણની નીતિ જે હાલ૧૨-૨૪ લાગુ કરવામાં આવેલ છે 

Reporter: admin

Related Post