વડોદરા : ઉત્તરાયણ પર્વ ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગના દોરાથી દ્વિ ચક્રી વાહન ચાલકોની સુરક્ષા માટે વડોદરા પોલિસ વિભાગ આગળ આવીને દ્વિચક્રી વાહનોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા છે.
ઉપરાંત પતંગ બજારમાં ચાઈનીઝ દોરીના વેચાણ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.ઉત્તરાયણ પર્વની ઉજવણી જીવકેન ન બનેવતેની તકેદારી રાખતા વડોદરા પોલીસ ઘણા દિવસથી પતંગ બજારમાં જીવલેણ ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટુકકલ માટે ઘનિષ્ઠ તપાસ કરી રહી છે. ડીસીપી પન્ના મોમાયાની અધ્યક્ષતામાં દ્વિચક્રી વાહનને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા છે. બીજી તરફ શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાના સાત જેટલા બનાવી થયા છે.
ત્યારે શહેરમાં આ પ્રકારના બનાવો અને રોડ પર અકસ્માતોના બનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ વિવિધ સ્થળોએ દ્વિચક્રી વાહનોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપે છે. ડીસીપી પન્ના મોમાયા નવાબજાર વિસ્તારમાં આવેલ દોરી રંગી આપતા વેપારીઓને તેમજ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસમાં જોડાયા હતા.તેમજ ચાઈનીઝ દોરી અને ટુક્કલ નું વેચાણ ન કરવાની હિદાયત આપી હતી.
Reporter: admin