વડોદરા : વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિવાદીત વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ તેમને કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી. તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હોવાની વિગતો હાલ સાંપડી રહી છે.
વીસીની લાયકાત અંગે યુનિ.ના પ્રોફેસર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી હતી. જેની સુનવણી દરમિયાન રાજીનામાના ઘટસ્ફોટ થયો છે. ફેબ્રુઆરી - 2025 માં તેમનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો, પરંતુ તે પહેલા જ રાજીનામું આપી દીધું છે. જેથી યુનિ.ના વિવાદીત વીસીનો વિરોધ કરતા પ્રોફેસરને મોટી સફળતા મળી હોવાની ચર્ચાએ યુનિ. વર્તુળોમાં જોર પકડ્યું છે.વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે તેમને કાર્યકાળ સંભાળ્યો ત્યારથી સતત વિવાદોમાં આવતા રહ્યા છે.
વિદ્યાર્થીઓ પર જોહુકમી હોય કે પછી પ્રોફેસરોના પ્રોમેશન અટકાવવાનું હોય કે પછી અન્ય કોઇ કારણ, વીસીએ હંમેશા વગોવાય તેવું જ કામ કર્યું છે. આ વીસીની લાયકાતના વિરોધમાં યુનિ.ના પ્રોફેસર સતીષ પાઠક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. અને તેમાં આજરોજ સ્ફોટક માહિતી સામે આવવા પામી છે
Reporter: admin