વડોદરા : મકરસક્રાંતિના પર્વને અનુલક્ષી નવનાથ કાવડીયાત્રાના પ્રણેતા અને ડભોઇ હરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજય મહારાજ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને પતંગ, દોરા ના પીલ્લા તેમજ સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સેવા પરમો ધર્મના ઉદ્દાત ઉદ્દેશ સાથે નવનાથ કાવડીયાત્રાના પ્રણેતા અને ડભોઇ હરિહર આશ્રમના પરમ પૂજ્ય વિજય મહારાજ દ્વારા વર્ષભર આવતા હિન્દુ તહેવારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો અને પરિવારોને યથાશક્તિ સીધુ સામાન સહિત ની સામગ્રી અર્પણ કરી મદદ કરતા રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં આવનારા અને બાળકોને વિશેષ પસંદ એવા તહેવાર મકરસંક્રાંતિ ના તહેવારને ધ્યાનમાં રાખી નગરના જરૂરીયાત મંદ તેમજ ગરીબ પરિવારના બાળકોને વિજય મહારાજ દ્વારા પતંગ, દોરાના પિલ્લા તેમજ અભ્યાસ હેતુ ડાયરાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ ડભોઇ શહેર ભાજપા પૂર્વ પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, વિજય શાહ, દીપક બારોટ સહિતના અગ્રણીઓ હાજર રહી મહારાજના આ સેવાયજ્ઞમાં સહભાગી થયા હતા ઉતરાયણ પર્વને ઉજવવા પતંગ દોરાના પીલ્લા સહિતની સામગ્રી બાળકોને મળતા તેઓની આંખોમાં અનોખો આનંદ છલકાતો જોવા મળ્યો હતો.
Reporter: admin